Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

મહેમદાવાદની મહિલાને સીઆરપીએફના જવાન સાથે પ્રેમલગ્ન કરવા મોંઘા પડ્યા : પરિણીતા પર પુત્રીને જન્મ આપવા પર ત્રાસ

મહેમદાવાદ:  યુવતિએ સીઆરપીએફના જવાન સાથે પ્રેમલગ્ન કરવાનું મોંઘુ પડ્યું છે. લગ્ન ફળરૂપે સતત બે પુત્રીઓ જન્મતા પતિએ તુ પુત્રીને જન્મ આપુ છુ, મારે તો પુત્ર જોઈએ કહીને ઘરના સભ્યોની મદદથી પત્નિને ત્રાસ આપી મારઝુડ કરતાં તેણીએ મહેમદાવાદ પોલીસમાં પતિ તેમજ સાસુ અને નણંદ વિરૂદ્ઘ ફરિયાદ આપી છે. અંગે મળતી માહિતી મુજબ મહેમદાવાદમાં આવેલ કૈલાશપાર્ક સોસાયટીમાં રહેતાં નાગેશ્વરપ્રસાદ દુબેની પુત્રી અનીતાને આજથી વર્ષ અગાઉ ગોધરામાં આવેલ શ્યામલ સોસાયટીમાં રહેતાં ગણપતસિંહ જશવંતસિંહ પગી સાથે પ્રેમસબંધ બંધાયો હતો. બંને વચ્ચેના સબંધો ગાઢ બનતાં તેઓએ તા.૨૭--૧૪ નારોજ ગાંધીનગર કોર્ટમાં રજિસ્ટર મેરેજ કર્યાં હતાં. જે બાદ બંને પરિવાર વચ્ચે સુખદ સમાધાન થતાં તેઓ બંનેએ તા.--૧૫ના રોજ જ્ઞાતિના રીતીરીવાજ મુજબ લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ અનીતા તેની ગોધરા ખાતે આવેલ સાસરીમાં રહેવા લાગી હતી. પતિ ગણપતસિંહ પગી ઝારખંડ ખાતે સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતાં હોઈ લગ્નના આઠેક દિવસ બાદ તેઓ બંને ઝારખંડ રહેવા ગયાં હતાં. અને રજાના દિવસોમાં ગોધરા આવતાં-જતાં હતાં. બંને વચ્ચે શરૂઆતનું લગ્નજીવન સુખમય પસાર થયું હતું. જેના ફળરૂપે અનીતાએ પુત્રી આરોહીને જન્મ આપ્યો હતો. જો કે પુત્રીના જન્મ બાદ પતિ ગણપતસિંહનું વર્તન બદલાવવા લાગ્યું હતું. અને તે નાની નાની બાબતોમાં તેમજ ઘરકામની બાબતોમાં વાંક કાઢી અનિતા સાથે મારઝુડ કરતો હતો. જો કે ઘરસંસાર બગડે નહી તે માટે અનિતા તેના પતિ દ્વારા આપવામાં આવતો ત્રાસ મુંગા મોઢે સહન કરતી હતી. આજથી દોઢેક વર્ષ અગાઉ તેમના ઘરે ફરી પારણું બંધાયું હતું. જેમાં અનિતાએ બીજી પુત્રી કિંજલને જન્મ આપ્યો હતો. જે બાદ પતિ ગણપતસિંહ અવારનવાર તુ પુત્રીઓને જન્મ આપે છે, મારે પુત્ર જોઈએ છે, મારે તને રાખવી નથી, તુ અહીયાંથી જતી રહે, મને છૂટાછેડા આપી દે, મારે બીજી પત્નિ લાવવાની છે તેમ કહી મ્હેણાટોણા મારી અનિતા સાથે મારઝુડ કરતો હતો. ઉપરાંત રજાના દિવસોમાં ગોધરા રહેવા આવતાં તે વખતે સાસુ સુશીલાબેન જશવંતસિંહ પગી તેમજ ઘર નજીકમાં રહેતી નણંદ અરૂણાબેન પંકજસિંહ ઠાકોર બંને જણાં ભેગા મળી પતિ ગણપતસિંહને ચઢામણી કરતાં હતાં. ચઢામણીથી ગણપતસિંહ ઉશ્કેરાઈ જઈ અનિતાને મારમારતાં હતાં. સાસુ અને નણંદ ઘરકામના બાબતે વાંક કાઢી અનિતાને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતાં હતાં. દોઢેક માસ અગાઉ તેઓ ઝારખંડ ખાતે ક્વાર્ટ્સમાં રહેતાં હતાં. તે વખતે પતિ ગણપતસિંહ નોકરીએ જવાનું કહી ગયાં બાદ ઘણાં દિવસો સુધી ઘરે પરત ફર્યાં હતાં. જેથી અનિતાએ ઓફિસમાં તપાસ કરતાં તે દશ દિવસની રજા ઉપર ગયાં હોવાનુ જાણવા મળ્યું હતું. પતિના પરત આવવાની રાહ જોઈ અનિતાએ ઘણાં દિવસો વિતાવ્યાં હતાં. જો કે પતિ ગણપતસિંહ પરત ફર્યો હતો. બીજી બાજુ ઘરખર્ચ તેમજ અન્ય જરૂરીયાતના ખર્ચ માટેના નાણાં બચ્યાં હોવાથી આખરે અનિતા તેની બે પુત્રીઓને લઈ પોતાના પિયર મહેમદાવાદ ખાતે ચાલી ગઈ હતી. જે બાદ પણ પતિ ગણપતસિંહ તેની પત્નિ અનિતા તેમજ બે પુત્રીઓને તેડવા માટે આવ્યાં હતાં. જેથી આખરે અનિતાએ મારઝુડ કરી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપનાર તેના પતિ ગણપતસિંહ જશવંતસિંહ પગી, સાસુ સુશીલાબેન જશવંતસિંહ પગી અને નણંદ અરૂણાબેન પંકજસિંહ ઠાકોર વિરૂધ્ધ મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(4:50 pm IST)