Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

આણંદ: બહેનને તેડવા આવેલ ભાઈએ બનેવીને ચપ્પુ ખોપી દીધું

આણંદ: તાલુકાના જોળ ગામે પરણેલી મુલેજની યુવતીને ગઈકાલે તેડવા માટે આવેલા તેણીના પીયરીઓએ જમાઈ સાથે ઝઘડો કરીને સાળાએ બનેવીના હાથના ભાગે ખંજર મારી દેતાં લોહીલુહાણ હાલતમાં કરસમદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અંગે વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોળ ગામે રહેતા અને બીલોદરા જેલમાં નોકરી કરતાં રફીકભાઈ મલેકના લગ્ન સને ૨૦૧૮માં મહુધા તાલુકાના મુલેજ ગામે રહેતી નાજનીન નામની યુવતી સાથે થયા હતા. શરૂઆતમાં લગ્નજીવન સુખરૂપ ચાલ્યા બાદ ઘરકંકાસ શરૂ થઈ જવા પામ્યો હતો. દરમિયાન ગઈકાલે નાજનીનના પિતા મુનીરભાઈ મીરઝા, માતા શાયરાબાનુ, ભાઈ આકીબભાઈ તેમજ ફર્જાનાબાનુ આરીફખાન પઠાણ તેણીને તેડવા માટે જોળ ગામે આવ્યા હતા. જ્યાં ઝઘડો થતાં ઉશ્કેરાયેલા આકિબે પોતાની પાસેની ખંજર કાઢીને બનેવી રફીકભાઈને મારવા જતાં તેમણે જમણો હાથ આગળ ધરી દેતાં હાથના ભાગે ખંજર વાગતા લોહીલુહાણ થઈ જવા પામ્યા હતા. જ્યારે બીજા શખ્સોએ ગમે તેવી ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ગંભીર રીતે ઘવાયેલા રફીકભાઈને બાઈક પર કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

(5:01 pm IST)