Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

અમદાવાદમાં ૫ વર્ષમાં ૧૦૪૬ રેપ કેસઃ ગુજરાતમાં રોજના ૩ થી ૪ બને છે

અમદાવાદ : અમદાવાદ ગુજરાતનું રેપ કેપિટલ તરીકે ઉભરી રહ્યુ છે. વિધાનસભામાં સરકારે જાહેર કરેલી હકિકત મુજબ પોલીસને ચોપડે દરરોજ બળાત્કારના ત્રણ- ચાર કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં સૌથી વધુ ૧૦૪૬ દુષ્કર્મની ફરિયાદો અમદાવાદમાં નોંધાઈ છે. જયારે ગુજરાતમાં આવા કેસોની સંખ્યા ૬,૦૩૬એ પહોંચી છે. ૧૫ વર્ષ પહેલા બિજલ જોષી બળાત્કાર કેસના પછી પણ ગુજરાતની સરકાર અને પોલીસ મહિલાઓની સલામતી માટે ખાસ કંઈ ઉકાળી શકી નથી.

કોંગ્રેસના ધારાસભ્યે જુલાઈ- ૨૦૧૯ની સ્થિતિએ વિતેલા પાંચ વર્ષમાં ગુજરાતમાં નોંધાયેલી દુષ્કર્મની ફરીયાદો સંદર્ભે સવાલો પૂછયા હતા. જેના જવાબમાં મુખ્યમંત્રીએ વર્ષ ૧૪-૧૫માં ૧૦૯૭, ૧૫-૧૬માં ૧૧૦૩, ૧૬-૧૭માં ૧૧૭૬, ૧૭-૧૮માં ૧૨૭૨ અને વર્ષ ૧૮-૧૯માં ૧૩૯૭ ફરિયાદો નોંધાયાનું સ્વીકાર્યુ છે. બે વર્ષમાં દુષ્કર્મની ફરીયાદોનું પ્રમાણ વધ્યુ છે એમ છતાંયે સમાજના ડર અને પોલીસના વલણથી સેંકડો પીડિતાઓ ફરિયાદો નોંધાવતી નથી તે હકિકત છે.

(3:28 pm IST)