Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

તલવારથી કેક કાપીઃ પોલીસે તેને લોકઅપમાં પૂરી દીધો

અમદાવાદ : નિકોલના સમાજ નવરચના સોસાયટી નજીકના ખોડીયારનગરમાં રહેતા રાજદીપસિંહ ઉર્ફે મોન્ટુ જગદીશસિંહ જાડેજા તલવાર પડે કેક કાપતા હતા. પોતે આશાપુરા પાનનો ગલ્લો ચલાવે છે અને ભય ફેલાવવા માટે આ વિડીયો બનાવી વાઈરલ કરાયો હતો. આમ આ વિડીયો અંગે તપાસ કરી પોલીસે રાજદીપસિંહ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. પૂર્વ વિસ્તારમાં ગુનેગારો બેફામ બન્યા છે આ વિસ્તારમાં હથિયારો સાથે લઈને અસામાજીક તત્વો ખુલ્લેઆમ ફરી રહ્યાની બૂમ છે.

(1:41 pm IST)