Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

શામળાજીના ખોડાબા પાસે ટેન્કરનું ટાયર ફાટતા રોડની બાજુમાં શૌચક્રિયા કરતા પગીનું કરૂણમોત

હઠીપુરા દૂધમંડળીનાં સેક્રેટરી અરવિંદભાઇ પગીનું મોત નીપજ્યું

શામળાજીનાં ખોડંબા પાસે ટેન્કરનું ટાયર ફાટતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ટેન્કરનું ટાયર ફાટતા શૌચક્રિયા કરવા ઉભેલા હઠીપુરા દૂધમંડળીનાં સેક્રેટરી અરવિંદભાઇ પગીનું મોત નીપજ્યું છે. આ સાથે ટેન્કર ચાલકને સામાન્ય ઇજાઓ થઇ છે. હાલ સ્થાનિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

   આ મામલે મળતી માહિતી પ્રમાણે, શામળાજીનાં ખોડંબા પાસે ટેન્કરનું ટાયર ફાટતા દૂધ મંડળીનાં સેક્રેટરી, અરવિંદ પગીનું અવસાન નીપજ્યું છે. અરવિંદ ભાઇ રસ્તા પર બાઇક બાજુમાં પાર્ક કરીને શૌચક્રિયા કરી રહ્યાં હતાં. ત્યારે જ આ ટેન્કરનું ટાયર ફાટી જતા તે સીધું અરવિંદભાઇ પર પડ્યું હતું. જેના કારણે તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

આ અકસ્માતને કારણે સ્થાનિક લોકો અને મૃતકનાં પરિવારજનો આવી પહોંચ્યા હતાં. ટેન્કર ચાલકને પણ સામાન્ય ઇજાઓ પહોંચી છે.

(1:39 pm IST)