Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

અમદાવાદમાં BRTS કોરિડોરના દરવાજા બીજા વાહનો માટે બંધ: લાગ્યા RFID ગેટ

હાલ 30 કોરિડોરમાં ગેટ લગાવાયા :સોમવારથી RIFD ગેટ કાર્યરત થશે.

અમદાવાદમાં BRTS કોરિડોરમાં બીજા વાહનો ઘુસી આવવાને કારણે અકસ્માત થતા હોય છે ત્યારે RFID ગેટ લગાવીને આ અકસ્માતો અટકાવવા કોશિશ કરવામાં આવી છે.

   BRTS કોરિડોરમાં થતા અકસ્માતોને ટાળવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નવો પ્રયોગ કર્યો છે. અકસ્માત ટાળવા માટે હવે BRTSના કોરિડોરમાં RIFD ગેટ લગાવવામાં આવ્યા છે

   BRTSના તમામ જંકશનના સ્ટેશનો પર RIFD ગેટ લગાવવામાં આવશે અને RIFD ટેગ લાગેલા હોય તેવા જ વાહનો કોરિડોરમાંથી પસાર થઇ શકશે. હાલ 30 કોરિડોરમાં ગેટ લગાવવામાં આવ્યા છે. સોમવારથી આ RIFD ગેટ કાર્યરત થશે.

(1:15 pm IST)