Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

વાપીમાં પિતા-પુત્રીના સંબંધને શર્મસાર કરતી ઘટના : 8 વર્ષની હતી ત્યારથી પુત્રી પર પિતા કરતો બળાત્કાર

દીકરી વિરોધ કરે તો ઢોર માર મારતો : મામાના ઘરે પુત્રીને તેડવા જતા દીકરીએ હિંમત દાખવી ના કહીને મામાને બાપના કરતૂત કહેતા ભાંડો ફૂટ્યો

વાપીમાં પિતા પુત્રીના સંબંધને શર્મસાર કરતી ઘટના બહાર આવી છે. પિતાએ જ પુત્રી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. પુત્રી જયારે 8 વર્ષની હતી ત્યારે આ નરાધમ બાપે પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારથી રોજે રોજે હેવાન બાપ પુત્રી પર દુષ્કર્મ આચરતો હતો. જો માતા અને પુત્રી વિરોધ કરે તો તેઓને ઢોર માર મારવામાં આવતો હતો.

 નરાધમ બાપ પુત્રી અને માતાને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. તેથી માતા અને પુત્રી ડરના માર્યા કોઈને કશું જ કહી શકતા ના હતા અને રોજ પુત્રી તેના હેવાન બાપનો અત્યાચાર સહન કરતી હતી. જો કે થોડા સિવસ પહેલા પુત્રી અને તેની માતા કોઈ કામ અર્થે તેના મામાના ઘરે ગયા હતા. જ્યાં તેનો હેવાન પિતા તેને લેવા ગયો હતો ત્યારે પુત્રીએ ધરાર ના કહી દીધી હતી. અને હિંમત દાખવી તેના પિતાની કરતૂત મામાને કહી દીધી હતી. જેને લઈને તેના મામા અને માતાએ પોલીસમાં તેના હેવાન પિતા સામે ફરિયાદ નોંધાવી છે.

(1:02 pm IST)