Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

સુરતમાં રાજનાથ સિંહની ગર્જના:કહ્યું- પાકિસ્તાને આતંકવાદ પર નિયંત્રણ લાદવું જોઈએ નહિંતર ટુકડામાં થશે વિભાજીત

ભારતનાં લઘુમતિઓ સુરક્ષિત હતાં, સુરક્ષિત છે અને સુરક્ષિત રહેશે.

 

આતંકવાદ મુદ્દે ફરી રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગર્જના કરતા પાડોશી દેશને આડેહાથ લીધું છે. કેન્દ્ર સરકારનાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાંવ્યું કે પાકિસ્તાને આતંકવાદ પર નિયંત્રણ લાદવું જોઇએ, નહિંતર કોઇ પણ તેમને ટુકડામાં વિભાજીત થતા રોકી શકશે નહિં. રાજનાથ સિંહે જણાંવ્યું કે ભારતનાં લઘુમતિઓ સુરક્ષિત હતાં, સુરક્ષિત છે અને સુરક્ષિત રહેશે.

પાક.ની અવળચંડાઇ સામે લાલ આંખ કરતા રાજનાથ સિંહે જણાંવ્યું કે, ભારત જાતિ અને ધર્મનાં આધારે લોકોમાં ભાગલા નથી પાડતું. તેમણે જણાંવ્યું કે, કલમ 370 રદ્દ કરવાનાં ભારતનાં નિર્ણયને પાકિસ્તાન પચાવી શક્યું નથી. પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રમાં ગયું છે, તેમજ વિશ્વને ઉંધા ચશ્મા પહેરાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયુ છે. પાકિસ્તાન સતત એલઓસી પર સીઝફાયરનું ઉલ્લંઘન કરાવી આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવાની કોશિશ કરી રહ્યુ છે. પાકિસ્તાનની સેનાની એલઓસી પર ગતિવિધિ પણ વધી છે. જેથી ભારતીય સેનાને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.

 

(12:01 am IST)