Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

નર્મદા ડેમમાંથી 7,17 લાખ ક્યુસેક છોડાતું પાણી : નદીકાંઠાના 175 ગામોને એલર્ટ અને ટીડીઓ અને સરપંચોને સતર્ક કરાયા

175 ગામો અને ત્રણ જિલ્લામાં હાઈટાઈડને કારણે ભરૂચમાં પૂરની સ્થિતિ પર કાબૂ મેળવવા માટે વધુ સ્ટોરેજની જરૂરિયાત: આઉટ ફ્લો કન્ટ્રોલ કરવો જરૂરી : રાજીવ ગુપ્તા

 

અમદાવાદ : ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમે આજે 70 વર્ષમાં પ્રથમવાર 138 મીટરની ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે. હાલ નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ નર્મદા ડેમમાં પાણીની આવક 7 લાખ 48 હજાર ક્યુસેક થઈ રહી છે જ્યારે 23 દરવાજા ખોલીને હાલ 7 લાખ 17 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે નદી કાંઠાના 175 ગામને એલર્ટ કરી તમામ ગામોમાં તાલુકા વિકાસ અધિકારીઓ અને સરપંચો સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.


સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના એમ.ડી. રાજીવ ગુપ્તાએ ટ્વિટ કર્યું હતું કે, 175 ગામો અને ત્રણ જિલ્લામાં હાઈટાઈડને કારણે ભરૂચ શહેરમાં પૂરની સ્થિતિ પર કાબૂ મેળવવા માટે વધુ સ્ટોરેજની જરૂરિયાત છે. જેથી જિલ્લા વહીવટી તંત્રને આઉટ ફ્લો કન્ટ્રોલ કરવા માટે વિનંતિ કરી છે. 138 મીટરની ઐતિહાસિક સપાટીએ થઈ ગઈ છે.

(12:00 am IST)