Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

વાહનોમાં તોડફોડ મામલે અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાના પુત્ર અર્જુન સિંહ જાડેજા સહીત 12 લોકોની ધરપકડ

 

અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાના પુત્ર અર્જુન સિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. કોંગ્રેસી ધારાસભ્યના પુત્રએ અબડાસામાં ખાનગી કંપનીના 6 જેટલાં વાહનોમાં તોડફોડ કરી હતી, જે બાદ ધારાસભ્યના પુત્ર સહિત 22 લોકો સામે ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે ધારાસભ્ય પ્રધ્યુમનસિંહના પુત્ર અર્જુન સિંહ સહિત 12 લોકોની ધરપકડ કરી, કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

(11:36 pm IST)