Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

ખંભાત તાલુકાના સોખડામાં રાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતા પીકઅપ ડાલાએ ત્રણ ગાયોને હડફેટે લીધી: ત્રણ ગાયોના ઘટનાસ્થળેજ મોત નિપજતા અરેરાટી: ગુનો દાખલ

ખંભાત: તાલુકાના સોખડા રોડ ઉપર પરમદિવસની રાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતા પીકઅપ ડાલાએ ત્રણ જેટલી ગાયોને અડફેટે લેતાં તેમના સ્થળ પર જ મોત થયા હતા. આ અંગે ખંભાત રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર લુણેજ ગામે રહેતા ગભુભાઈ મથુરભાઈ ભરવાડે ગઈકાલે સાંજના સુમારે ગાયોને દોહ્યા બાદ ભાઠા વિસ્તારમાં ચરવા માટે છૂટી મૂકી દીધી હતી. દરમિયાન રાત્રીના સુમારે સોખડા રોડ પરથી પસાર થઈ રહેલી ગાયોને પુરપાટ ઝડપે આવી ચઢેલા પીકઅપ ડાલુ નંબર જીજે-૧૩, એટી-૯૨૦૯ના ચાલકે અડફેટે લેતાં મોત થયા હતા. સવારે ત્રણેય ગાયો મરણ હાલતમાં મળી આવતાં ગભુભાઈએ ખંભાત રૂરલ પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે પીકઅપ ડાલાના ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:54 pm IST)