Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

ગુજરાતના અનેક વિસ્તારમાં મેઘપ્રકોપ યથાવત ૧૦૦ તાલુકાઓમાં ૬ ઇંચ સુધીનો વરસાદ

નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં ૧ર૪ ડેમ હાઇએલર્ટ ઉપર ઉકાઇ ડેમમાંથી ૧ લાખ કયુસેક પાણી છોડાય છે નવરાત્રીમાં ખેલેૈયાઓની મજા બગડશે?

વાપી, તા., ૧૪: ચોમાસાની આ સીઝનમાં મેઘરાજા હજુ પણ સટાસટી બોલાવતા રાજયના અનેક વિસ્તારોમાં ઝરમર ઝાપટાથી ૬ ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદની સાથે સાથે બંધો અને જળાશયોની જળપાટીઓમાં પણ સતત વધારો નોંધાતા વહીવટી તંત્ર સતત સજાગ થઇ બેઠું છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં મોટી માત્રામાં થઇ રહેલ પાણીની આવકને પગલે ડેમના ર૪ દરવાજા ખોલી મોટી માત્રામાં પાણી છોડાતા ભરૂચ અને નર્મદા જીલ્લાના ૧પ૦ જેટલા ગામડાઓમાં સ્થળાંતરની સ્થિતિ ઉભી થઇ છે. 

નર્મદા ડેમે ૧૩૭ મીટરની સપાટી વટાવી દીધી છે અને આશરે ૯૪ ટકા જેટલો ડેમ છલોછલ ભરાયો છે અને હજુ પણ પાણીની આવક ચાલુ જ છે.

મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશમાં પડી રહેલા ભારેવરસાદને પગલે ત્યાના હથનુર ડેમમાંથી મોટા માત્રામાં પાણી છોડાતા જેની સીધી અસર ઉકાઇ ડેમને થઇ રહી છે.

ઉકાઇ ડેમની જળસપાટી આજે સવારે ૮ કલાકે વધીને ૩૩૯.૭ર ફુટ પહોંચી છે. ડેમમાં ૧.૦૮,૩૩ર કયુસેક પાણીના ઇનફલો સામે ડેમમાંથી ૯ર.૪૪૦ કયુસ્લે પાણી છોડાઇ રહ્યું છે. તો શહેરના કોઝવેની જળસપાટી પણ વધીને ૮.૩૦ મીટરે પહોંચી છે.

સરકારના રૂલ લેવલ અનુસાર ૧પ મી સપ્ટેમ્બર સુધી ઉકાઇ ડેમની જળસપાટી ૩૪૦ ફુટથી નીચે જાળવી રાખવાના નિયમ અનુસાર પાણી છોડવાનું યથાવત રખાશે.

મળતી માહિતી અનુસાર રાજયના ર૦૪ પૈકી ૧ર૪ ડેમ ૯૦ ટકા કરતા વધુ છલોછલ થયા છેતેના હાઇએલર્ટનું સિંગ્નલ અપાયું છે. જયારે ૧૭ ડેમોમાં એલર્ટ અને ૧૧ ડેમોમાં ચેતવણી અપાઇ છે.

રાજયના ર૦૪ પૈકીમાત્ર પર ડેમ એવા છે. જેમાં ૭૦ ટકાથી ઓછુ પાણી હોય અને આ સ્થિતિમાં હજુ પણ આ મહિનાના અંત સુધી ચોમાસું સક્રિય રહેશે એવું હવામાન ખાતાનું માનવું છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી, અનુસાર છેલ્લા ર૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા વરસાદના સૌ પ્રથમ દ.ગુજરાત પંથકમાં નર્મદા જીલ્લાના તાલુકાઓમાં ૧૩ મી.મી. અને સાગબારા ૪૪ મી.મી. તો તાપી જીલ્લાના તાલુકાઓમાં નિઝર ૧પ મી.મી. સોનગઢ, ૬૧ મી.મી. વાલોળ ૯૯ મી.મી. કુકરમડા ૧૪ મી.મી. અને ડોલવણ ૧૩૯ મી.મી. ભારેવરસાદ નોંધાયો છે.

તો સુરત જીલ્લાના તાલુકાઓમાં બારડોલી રપ મી.મી. મહુવા પર મી.મી. પલસાણા, ર૭ મી.મી. સુરત સીટી ૧૬ મી.મી. તો નવસારી જીલ્લાના તાલુકાઓમાં ચીખલી ર૬ મી.મી. વાસંદા ૩૩ મી.મી. અને પેરગામ ૧ર૩ મી.મી. વરસાદ નોંધોલ છે.

વલસાડ જીલ્લાના તાલુકાઓમાં ધરમપુર ૭ર મી.મી. કપરાડા પ૧ મી.મી. પારડી રર મી.મી. વલસાડ ૧ર૦ મી.મી. અને વાપી ૯ મી.મી. તો ડાંગ જીલ્લાના તાલુકાઓમાં આહવા પ૪ મી.મી. સુબીર ૬૦ મી.મી. અને વધઇ ૧ર૦ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

જયારે પુર્વ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં અહી ખેડા જીલ્લાના તાલુકાઓમાં ગલતેશ્વર ૬૩ મી.મી. કપડવંજ ૧૪ મી.મી. મહુધા ૧૬ મી.મી. નડીયાદ ૧૧ મી.મી. અને ઠાસરા રપ મી.મી. અને આણંદ જીલ્લાના તાલુકાઓમાં ઉમરેઠ ૧૪ મી.મી. તો વડોદરા જીલ્લામાં તાલુકાઓમાં દેસર ૧૮ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

ઉપરાંત છોટા  ઉદેપુર જીલ્લાના તાલુકાઓમાં બોડેલી ૧૧ મી.મી. છોટા ઉદેપુર ૩૬ મી.મી. અને કવાટ ૧ર મી.મી. તો પંચમહાલ જીલ્લાના તાલુકાઓમાં ઘોઘમ્બા ૧૩ મી.મી. ગોધરા ૩૬ મી.મી. હાલોલ ૧૮ મી.મી. જાંબુઘોડા ૧પ મી.મી. મોરવા હડફ ૯૪ મી.મી. અને સહેરા ૧પ૮ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

મહીસાગર જીલ્લાના તાલુકાઓમાં બાલા સિનોર ૩૯ મી.મી. કડાણા ૯૧ મી.મી. ખાનપુર પ્ર મી.મી. લુણાવાડા ૭પ મી.મી., સંતરામપુર ૩૪ મી.મી. અને વીરપુર ૭૩ મી.મી. તો દાહોદ જીલ્લાના તાલુકાઓમાં દેવગઢ બારીયા ર૪ મી.મી. ધાનપુર ર૮ મી.મી. ફતેપુરા ૬૬ મી.મી. ગરબડા ૯પ મી.મી. ઝાલોદ ૭૮ મી.મી. લીમખેડા ૬૪ મી.મી. સિંઘવડ ૭૩ મી.મી સાંંજેલી ૮૦ મી.મી. અને દાહોદ ૧પ૮ મી.મી. ભારે વરસાદ નોંધાયેલ છે.

ઉ.ગુજરાત પંથકમાં અહી મુખ્યત્વે અરાવલ્લી જીલ્લાના તાલુકાઓમાં બાપડ અને મેઘરજ રર-રર મી.મી. મોડાસા ૧પ મી.મી. અને માલપુર ૪પ મી.મી. આ સિવાય ઉ.ગુજરાતના તથા કચ્છ પંથકનો મોટાભાગનો વિસ્તાર કોરોધાકડ રહેવા પામ્યો છે.

આ લખાઇ રહયું છે ત્યારે એટલે કે સવારે ૧૦.૩૦ કલાકે વલસાડ, નર્મદા તથા દાહોદ જીલ્લાના કેટલાક વિસ્તારમાં મેઘમહેર ચાલુ છે.

(1:03 pm IST)