Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

પ્રાંતિજના મજરા ત્રણ રસ્તા પરથી નવ જીવતા કારતુસ અને તમંચાની સાથે યુવક ઝડપાયો

ખાનગી બસ ઉભી રહેતા એ ખુલ્લામાં શૌચક્રીયા માટે ખેતરોમાં જતા વાર લાગતા બસ નિકળી જતા તે રહી ગયો અને એસઓજીના હાથે ઝડપાઇ ગયો

 

સાબરકાંઠા જિલ્લામાં એક યુવકને સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્રારા ઝડપી પાડ્યો હતો. યુવક જે ખાનગી બસમાં આવ્યો હતો અને વિરામ માટે ઉભી રહેતા ખુલ્લામાં શૌચક્રીયા માટે હોટલ નજીકના ખેતરોમાં જવાને લઇને વાર લાગતા બસ નિકળી જતા તે રહી ગયો હતો. તો દરમ્યાન પેટ્રોલીંગ રહેલી SOG ટીમની નજરે શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા પોલીસે તેની પ્રાથમિક પુછપરછ કરીને તેની પીઠમાં ભરાવેલા થેલાની તલાશી લેતા તેમાથી જીવતા કારતુસ સાથે તમંચો મળી આવ્યો હતો.

 

પ્રાંતિજના મજરા ત્રણ રસ્તા પર  બપોરના અરસા દરમ્યાન SOGની ટીમ પેટ્રોલીંગ કરતી પહોંચી હતી. દરમિયાન હોટલ નજીક દુકાન પાસે એક યુવક પોલીસની ટીમની નજર પડી હતી અને તેની વર્તુણંક શંકાસ્પદ લાગતા ટીમના પોલીસ કર્મીઓએ તેની પુછપરછ પ્રાથમિક રીતે કરતા તે દરમિયાન યુવક નિતીન સત્યાને અયોગ્ય અને શંકાસ્પદ જવાબો આપતા પોલીસને તેની પર શંકા મજબુત થતા તેની પીઠ પાછળ ભરાવેલા થેલાની તલાશી લીધી હતી.

પોલીસને એક તમંચો અને તેની સાથે નવ જેટલા કારતુસ મળી આવ્યા હતા. પોલીસે યુવક નિતીનની ધરપકડ કરીને તપાસ હાથ ધરતા તે મહેસાણાના દેત્રોજ નજીકની એક ખાનગી કંપનીમાં સીક્યુરીટી તરીકે ફરજ બજાવતો હોવાનુ જણાવ્યુ હતુ અને તે તંમચો અને કારતુસ ઉત્તરપ્રદેશથી વેચવા માટે લઈ આવ્યો હોવાનુ જણાવ્યુ હતુ.

(11:52 pm IST)