Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

માંગરોળના નાના નૌગામમાં યુવાનને બ્લેકમેલ કરી નાણાં પડાવનાર બે શખ્સોની ધરપકડ

માંગરોળ:તાલુકાના નાના નૌગામા ગામેથી મળેલી વાલીયાના મોરા ગામના યુવાનની હત્યા કરાયેલી લાશનો ભેદ ઉકેલી સુરત જિલ્લા એલસીબીએ નાની નરોલી ગામના બે આરોપીની ધરપકડ કરી છે.

મરનાર યુવાન સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય કરાવતો હતો, તેનો વિડીયો ઉતારી આરોપીઓ યુવાનને બ્લેકમેઇલ કરી નાણાં પડાવતા હતા. આરોપીઓએ વધુ નાણાંની માંગણી કરતા થયેલા ઝઘડામાં યુવાનને છરાના ઘા મારી પતાવી દીધો હતો.

માંગરોળ નજીકના વાલીયા તાલુકાના મોરા ગામના પરણિત યુવક પુષ્પરાજસિંહ દોલતસિંહ સોલંકી (ઉ.વ. ૩૭)ની હત્યા કરાયેલી લાશ તા. ૧૦ના રોજ નાના નૌગામા ગામેથી મળી આવી હતી. પુષ્પરાજસિંહ તા. ૯ના રોજ રાત્રે ઘરેથી ખેતરે જવા નીકળ્યો હતો.

તેની બાઇક (નં. જીજે-૧૬-સીસી- ૦૧૫૭) ધરમપુર ગામેથી મળી હતી. આ કેસની તપાસમાં માંગરોળ પોલીસ સાથે જિલ્લા એલસીબી પણ જોડાઇ હતી. એલસીબીની ટીમે શંકાસ્પદ મોબાઇલ નંબરો મેળવી તેના લોકેશન કાઢતા બનાવના દિવસે નાની નરોલી ગામ બસ સ્ટેન્ડ પાસે મળતા હતા.

જેથી એલસીબીની ટીમે બે શકમંદ યાસીમ ઉર્ફે ઇકબાલ ઇબ્રાહીમ શેખ (ઉ.વ. ૨૧) અને  ઇરફાન હબીબ પઠાણ (ઉ.વ. ૨૦, બંને રહે. મોઘલાણી ફળિયું, નાની નરોલી, તા. માંગરોળ)ની અટક કરી કડક પૂછપરછ કરતા હત્યાના ગુનાની કબુલાત કરી હતી.

(6:48 pm IST)
  • આણંદના નડિયાદમાં સાડા છ કરોડની છેતરપીંડી : બોગસ બાનાખત બનાવીને કરી છેતરપીંડીઃ વિદ્યાનગર પોલીસે ત્રણ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી access_time 3:53 pm IST

  • પાઘડીના શણગારથી ઝળહળી ઊઠ્યા શ્રી સોમનાથ મહાદેવ - કરો મહાદેવના પાઘડી દર્શન : મહાશિવરાત્રિ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભાવિકોનો અદ્ભૂત ધસારો જોવા મળ્યો છે. સોમનાથ મંદિરમાં મહાદેવને અનેક જાતના શણગાર કરવામાં આવ્યાં હતાં. જેમાં પાઘડીના શણગારથી મહાદેવની શોભામાં અભિવૃદ્ધિ થઇ હતી access_time 9:38 am IST

  • પાકે ફરી કરી નાપાક હરકત : જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં આજે ફરી કર્યું સીઝ્ફાયરનું ઉલંઘન : કર્યું અંધાધુંધ ફાયરીંગ access_time 8:36 pm IST