Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

વિરમગામના નવયુગ વિદ્યાલય ખાતે નવરાત્રી દરમિયાન ગરબાનું આયોજન કરાયું

શિક્ષકોની સાથે વિદ્યાર્થીઓ પણ ગરબે રમ્યા : અંબેમાની સામૂહિક આરતી ઉતારવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : માં આદ્યશક્તિની આરાધનાનું મહાપર્વ એટલે નવરાત્રી. નવરાત્રી દરમિયાન ભક્તો દ્વારા માતાજીની નવ દિવસ સુધી આરાધના કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન ગુજરાતમાં ગરબે  રમવાનું પણ અનેરૂં મહત્વ છે. વિરમગામની જાણીતી શૈક્ષણિક સંસ્થા વિરમગામના નવયુગ વિદ્યાલય ખાતે નવરાત્રી દરમિયાન ગરબાનું આયોજન કરવામાંઆવ્યું હતું. શિક્ષકોની સાથે વિદ્યાર્થીઓ પણ ગરબે રમ્યા હતા. શાળામાં અંબેમાની વિદ્યાર્થીઓ શિક્ષકો દ્વારા સામૂહિક આરતી ઉતારવામાં આવી અને માતાજીની આરાધના કરવામાં આવી હતી.

(7:44 pm IST)