Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

વિરમગામ શહેરમાં નવરાત્રી મહોત્સવ દરમ્યાન વેશભૂષા કાર્યક્રમ કરવામાં આવ્યો

વિરમગામ શહેરની મંગલમ સોસાયટીમા પારંપારિક વેશભૂષાએ આકર્ષણ જમાવ્યું

   ફોટો viramgam

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરમાં નવરાત્રી મહોત્સવ દરમ્યાન વેશભૂષા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. વિરમગામ શહેરની જાણીતી મંગલમ સોસાયટીમા પારંપારિક વેશ ભૂષાએ આકર્ષણ જમાવ્યું હતું. સોસાયટીના રહીશોએ પીપીઇ કીટ સાથે ડોક્ટર, પોલીસ, દેશભક્તિ ધાર્મિક થીમ પર વેશભૂષા પ્રસ્તુત કરી હતી. સ્પર્ધા મા વિજેતાઓ ઇનામ વિતરણ કરવામાંઆવ્યું હતું અને વિવિધ વેશ ભૂષા મા ભાગ લેનાર પાત્રને આશ્વાસન ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મંગલમ સોસાયટીના રહીશોએ વેશભુષા ઉપરાંત ગરબે રમવાનો આનંદ માણ્યો હતો.

(7:06 pm IST)