Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

વડોદરા:પત્નીને બદનામ કરવા ફોટા વાયરલ કરનાર પતિ વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરનામાંજલપુર વિસ્તારમાં રહેતી અંજલિ નામની પરિણીતાએ પતિ માનરાવ રસિકલાલ જયસ્વાલ (રહે.નારાયણ બંગ્લોઝ,કંચનબાગ પાસે,માંજલપુર ) સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મારા લગ્ન તા.૦૬-૦૨-૧૯૯૮ ના રોજ માનરાવ સાથે થયા હતા.મારા પતિ અને સાસરીપક્ષના લોકો અગાઉ મને હેરાન કરતા હતા.જેથી,છેલ્લા સાત વર્ષથી અમે અલગ રહીએ છીએ.મારો પતિ મને તથા મારા પિયરપક્ષના લોકોની બદનામી થાય તેવું કૃત્ય કરતો હોય મેં તેની સામે ફરિયાદ નોંધાવી હતી.મારો પતિ મને ત્રાસ આપીને ઘરમાંથી કાઢી મુકતો હોય, મેં તેના વિરૃદ્ધમાં કોર્ટમાં કેસ કર્યો હતો.કોર્ટે મારા  પતિના ઘરમાં જ અલગથી એક રૃમમાં રહેવાનો હુકમ કર્યો હતો.જેથી,હું પતિના ઘરમાં જ રહુ છું.મેં ભરણ પોષણ માટે ફેમિલી કોર્ટમાં કેસ કર્યો હતો.જે અંગે કોર્ટે  વચગાળાનો હુકમ  કર્યો હતો.મને ભરણપોષણના રૃપિયા આપવા ના પડે અને ઘરમાંથી કાઢી મુકે  તે માટે મારો  પતિ મને બદનામ કરવાના પ્રયાસો કરતો હતો.મારી જાણ બહાર મારા શરીરના અલગ અલગ ભાગના ફોટા  પાડી,વીડિયો બનાવી સીડી બનાવી મારો  પતિ મારા સગા   સંબંધીઓને મોકલતો હતો.તે ઉપરાંત,મારા પતિએ મારા વિશે ખરાબ લખાણો કરી ફેસબૂક મેસેન્જર પર પોસ્ટ કરે છે.અને મારા કુટુંબના સભ્યોને વીડિયો પણ ફોરવર્ડ કર્યો છે.મારા ફોટા અને વીડિયો ભાઇ અને ભાભીને પણ મોકલ્યા હતા.

(5:56 pm IST)