Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

બાલાસિનોરમા સ્મશાનમાંથી વિવિધ સામાનની ચોરી કરનાર ગેંગને પોલીસે ઝડપી પાડયો

બાલાસિનોર : બાલાસિનોરમાંથી પોલીસે મધ્ય ગુજરાતમાં ૧૮ જેટલા વિવિધ સ્થળોએ સ્મશાનગૃહોમાંથી લોખંડની એંગલો તેમજ વિવિધ સામાનની ચોરીઓ કરતી દેવી પુજક ગેંગના સભ્યોને ઝડપી લેવામાં આવ્યા છે. છેલ્લાં ઘણા સમયથી ખેડા અને આણંદ જિલ્લા સહિત મધ્ય ગુજરાતમાં અનેક સ્મશાન ગૃહોમાંથી અનેક વસ્તુઓની ચોરી થવાના કિસ્સા વધ્યા હતા. તેમાં પણ ખાસ કરીને અંતિમક્રિયાવાળી લોખંડની એન્ગલો મોટા પ્રમાણમાં ચોરી થતી હોવાનું બહાર આવ્યું હતું. તાજેતરમાં બાલાસિનોર પોલીસે બાતમીના આધારે એક ગેંગને ઝડપી પાડી હતી. પોલીસે  રાત્રી પેટ્રોલિંગ દરમિયાન તપાસ કરતા બાતમીવાળી રિક્ષામાંથી અંતિમધામોમાં ચોરી કરતી દેવીપૂજક ગેંગને ઝડપી પાડી હતી.

આરોપીઓની પુછપરછ દરમિયાન મધ્ય ગુજરાતમાં ૧૮ જેટલા સ્થળોએ ચોરી કર્યાની કબુલાત કરી હતી. આ ગેંગમાં મુળ હોમગાર્ડમાં અગાઉ નોકરી કરતા રિક્ષા ડ્રાઇવર વિવિધ સ્થળોએ રેકી કરીને જાણકારી મેળવ્યા બાદ આ ટોળકી રિક્ષામાં હથિયારો લઈ વિવિધ સ્થળોએ જઇને ખાસ કરીને સ્મશાન ગૃહની લોખંડની એન્ગલો ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. આ દેવીપૂજક ટોળકી રાત્રી દરમિયાન નરાશ, હથોડો, પકડ વગેરે સાધનો સાથે જઇ રહ્યા હતા ત્યારે ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓની પુછપરછ કરાતા સાંઠબા, ડાકોર, લાડવેલ, બાયડ વગેરેની મળી ૧૮ જેટલી ચોરીનો ભેદ ઉકેલવામાં સફતા મળી હતી. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા (૧) બકાભાઇ ચીમનભાઈ દેવીપૂજક (રહે. આંતરસુંબા, ઓડવાસ ફળિયું,તા.કપડવંજ) (૨)વનરાજ ભાઇ રાવજીભાઇ દેવીપૂજક (રહે.લાડવેલ, સરકારી દવાખાના પાસે, તા.લુણાવાડા જિ.મહિસાગર) (૩)દશરથભાઇ નારાયનભાઇ દેવીપૂજક (રહે. આંતરસુંબા, ઇન્દીરા નગરી, તા.કપડવંજ) (૪)ટીનાભાઇ ચીમનભાઈ દેવીપૂજક (રહે. આંતરસુંબા, ઓડવાળુ ફળિયું, તા.કપડવંજ) (૫)શૈલેશભાઇ નારણભાઇ દેવીપૂજક (રહે. આંતરસુંબા, ઇનદીરાનગરી, તા. કપડવંજ) (૬)ગણપત ભાઇ જવાનસિંહ સોલંકી (રહે.વાઘાવત, રૂપજી ફળિયું, તા.કપડવંજ)ને ઝડપી લીધા હતા.

(5:50 pm IST)