Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

સાપુતારાના પ્રખ્‍યાત સનસેટ પોઇન્‍ટ ઉપર ગાડીને વિચિત્ર અકસ્‍માતઃ ગાડી ઉપર ન ચડી અને રિવર્સમાં આવતા 2 લોકો નીચે કુદી પડયાઃ સદ્‌નસીબે જાનહાનિ નથી

સોશ્‍યલ મીડિયામાં વીડિયો વાયરલ થતા ભારે ચર્ચા

નવસારી: ગુજરાતમાં સૌથી ફેમસ હિલ સ્ટેશન સાપુતારા પર બારેમાસ પ્રવાસીઓ રહે છે. ત્યારે સાપુતારાના ફેમસ સનસેટ પોઈન્ટ પર ગાડીના વિચિત્ર અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે.

ડાંગના હિલ સ્ટેશન સાપુતારા સનસેટ પોઈન્ટ પર ગાડીના અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. જેમાં સનસેટ પોઈન્ટ પર ગાડી ન ચઢતા કાર રિવર્સમાં ગઈ હતી. આ કાર અન્ય કાર સાથે અથડાઈ હતી. આ અથડામણમાં કારમાંથી બે લોકો નીચે કુદી પડ્યા હતા. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ કાર અકસ્માતનો વીડિયો અન્ય કાર ચાલકના મોબાઈલમાં કેદ થયો હતો. હાલ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. અકસ્માતનો આ વીડિયો બે થી ત્રણ દિવસ અગાઉનો હોવાનું ચર્ચાય છે.

સાપુતારાનો હાર્દ સમા સનસેટ પોઈન્ટ પર બારેમાસ પ્રવાસીઓની ભીડ જોવા મળે છે.  રોજ સાપુતારાના પ્રવાસે આવતા હજારો પ્રવાસીઓ આ પોઈન્ટ પર અચૂક આવે છે. ત્યારે આ પ્રકારના અકસ્માત કોઈના જીવ પર જોમખ સાબિત થઈ શકે છે.

(4:45 pm IST)