Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

હેમચંદ્રાચાર્ય પાઠશાળાના વિદ્યાર્થીઓનું નરહરિ અમીનના હસ્તે સન્માન

અમદાવાદ : ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતિનાં કેમ્પસમાં આવેલ શ્રી હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળામાં ૪૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સંસ્થામાં મુખ્યભાષા સંસ્કૃત તેમજ પ્રાચીન ગણિત સહિત જયોતિષ, આયુર્વેદ, વાસ્તુશાસ્ત્ર, સુરત કાંતવાનો રેટિયો, ચિત્રકલા, વેશ પરિધાન, પાક કળા, હસ્ત લેખન વિગેરે વિષયો ભણાવવામાં આવે છે. આ સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ તાજેતરમાં પર્યુષણ પર્વમાં અઠ્ઠાઇ, સિધ્ધિતપ, માસક્ષમણ કરેલ. આ વિદ્યાર્થીઓનું બહુમાન ગુજરાત રાજ્યના રાજ્યસભાના સાંસદ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નરહરિ અમીનના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, યોગ, કવિતા વાંચન જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટીશ્રીઓ પ્રકાશભાઇ સંઘવી, રાજેશભાઇ સંઘવી, સતીષભાઇ મહેતા, રાજુભાઇ શાહ, વિદ્યાર્થીઓ, વાલીઓ, તેમજ શિક્ષકો હાજર રહ્યા હતા.

(3:06 pm IST)