Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

સુરતમાં AAIHMS સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું શુક્રવારે ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન

સી.આર. પાટીલ, મનસુખભાઈ માંડવિયા, પરસોતમભાઈ રૂપાલા, દર્શનાબેન જરદોશ, પૂર્ણેશભાઈ મોદી, જીતુભાઈ વાઘાણી, હર્ષભાઈ સંઘવી, વિનોદભાઈ મોરડીયા, અરવિંદભાઈ રૈયાણી, મુકેશભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહેશે

રાજકોટ, તા. ૧૩ :. સુરતમાં એસએમવીએસ સ્વામિનારાયણ મંદિરની પાછળ, સીમાડા ચાર રસ્તા, વરાછા રોડ ખાતે  AAIHMS સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું તા. ૧૫ને શુક્રવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સવારે ૮.૦૦થી બપોરના ૧.૦૦ દરમિયાન ઉદ્ઘાટન સમારંભ યોજાશે.

આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવિયા, ડેરી અને પશુપાલન વિભાગના કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા, કાપડ અને રેલ્વે વિભાગના કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ, રાજ્યના કેબીનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદી, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના મંત્રીઓ વિનોદભાઈ મોરડીયા, અરવિંદભાઈ રૈયાણી, મુકેશભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહેશે.

આ તકે પૂર્વ આરોગ્ય મંત્રી કુમારભાઈ કાનાણી, મેયર હેમાલીબેન બોધાવાલા, ધારાસભ્યો વી.ડી. ઝાલાવડીયા, પ્રવીણભાઈ ઘોઘારી, કાન્તીભાઈ બલર, વિવેકભાઈ પટેલ, સંગીતાબેન પાટીલ, ઝંખનાબેન હિતેશભાઈ, અરવિંદભાઈ રાણા સહિતના ઉપસ્થિત રહેશે.

આ તકે સંતો ધર્મવલ્લભસ્વામિ, નિલકંઠચરણસ્વામિ, બાલસ્વામિ, સતસ્વામિ, ભરતદાસબાપુ સહિતના ઉપસ્થિત રહેશે.

AAIHMS સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના લોકાર્પણ સમારોહને સફળ બનાવવા હોસ્પિટલની ટીમના ડો. મિલન સોજીત્રા, ડો. રિતેષ વેકરીયા, ડો. મૌલિક પટેલ, ડો. મોનીલ પરમાર, ડો. શિરીષ વાડોદરીયા, ડો. અલ્પેશ કાથરોટીયા, ડો. શૈલેષ જેઠવા, ડો. પ્રકાશ મકવાણા, ડો. અશ્વિન પટેલ, ડો. ઘનશ્યામ કેવડીયા, ડો. નિલમ ગાબાણી કચ્છી, ડો. રવિ ભડીયાદરા, ડો. રાજેશ રામાણી, ડો. મહેશ કાકડીયા, ડો. સંજય પાઘડાર, ડો. જયેશ શાહ, ડો. કેતન રૂપાલા, ડો. હર્ષિત પટેલ, ડો. જયદીપ હીરપરા, ડો. ડેનીશ પટેલ, ડો. જીંકલ કુંજડીયા, ડો. નિશ્ચલ ચોવટીયા, ડો. ભાવેશ તડાવીયા, ડો. હિરેન અણઘણ, ડો. ચિંતન ભાવસાર, ડો. હિતેષ ચિત્રોડા, ડો. જિજ્ઞેશ ધામેલીયા, ડો. પંકજ ખુંટ, ડો. અરવિંદ વીરડીયા, ડો. રસિક વિરાણી, ડો. નિતેષ લાઠીયા, ડો. અંકુર રંઘોળીયા, ડો. નિકુંજ પટેલ, ડો. ધ્રુવ મેહતા, ડો. હાર્દિક પટેલ, ડો. વિનોદ પટેલની ટીમ જહેમત ઉઠાવે છે.

હોસ્પિટલમાં અત્યાધુનિક સુવિધાઓ વ્યાજબી ભાવે મળશે અને મેડીકલ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જાશે તેમ ડો. રીતેશભાઈ વેકરીયાએ જણાવ્યુ હતુ. વધુ વિગત માટે મો.નં. ૯૯૦૪૧ ૫૦૨૦૯ અથવા ૯૯૦૪૧ ૫૦૨૦૪ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:03 pm IST)