Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

સાયકલોથોન દ્વારા ઘુંટણના સાંધાના રોગો અંગે અવેરનેસ

અમદાવાદઃ સિધ્ધી વિનાયક હોસ્પીટલના વોક વેલ જોઇન્ટ રીપ્લેસમેન્ટ સેન્ટરના ની-રીપ્લેસમેન્ટ સર્જન ડો.સૌરીન શાહે જણાવ્યું હતું કે ની-રીપ્લેસમેન્ટ અંગે અવેરનેસ ફેલાવવા માટે ૧ર ઓકટોબરના વર્લ્ડ ઓર્થરાઇટીસ ડે ઉજવાય છે. ત્યારે ઘુંટણ બદલાવવાના ઓપરેશન અંગે પ્રવર્તતી ગેરમાન્યતા દુર કરી શકાય તેમજ ઓપરેશન બાદ પણ વ્યકિતએ પોતાના રોજીંદી ક્રિયાઓની સાથે સાયકલીંગ અને સ્વીમી઼ગ જેવી ક્રિયાઓ પણ સરળતાથી કરી શકે છે. તેવો સંદેશો લોકો સુધી પહોંચાડવા સાયકલોથોન આયોજન કરાયું હતું. દર વર્ષની રીપ્લેસમેન્ટની અવેરનેસ માટે ઓપરેશન કરાવી ચુકેલા વડીલો માટે ગરબાનું આયોજન કરાય છે. પરંતુ આ વર્ષે કોવીડને લીધે સાયકલોથોનનું આયોજન કરાયું છે. સાયકલોથોનમાં ૧૦ વર્ષ પહેલા ઓપરેશન કરાવી ચુકેલા પ૦ થી ૭પ વર્ષની ઉંમરના રપથી વધુ દર્દીએ ભાગ લીધો હતો. સિધ્ધી વિનાયક હોસ્પીટલથી કાંકરીયા તળાવ સુધીના ત્રણથી પાંચ કિલોમીટરમાં સાયકલીંગ કરીને લોકોમાં અવેરનેસ ફેલાવી હતી. તેમજ સાયકલોથોનમાં ભાગ લેનારનો ઉત્સાહ વધારવા માટે ઇનામ પણ અપાયા  હતા. હાલમાં કોવીડના તમામ પ્રોટોકોલનું પાલન કરીને ઓપરેશન કરાતા હોવાથી ડર્યા વિના ઓપરેશન કરાવી શકાય છેે.(અહેવાલઃ તસ્વીરઃ કેતન ખત્રી)

(11:40 am IST)