Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

સાગબરાના મોટી પરોઢી ગામે સગીર વયની દીકરીને પિતાએ મોબાઈલ માટે ટકોર કરતા ઝેરી દવા પી આપઘાત કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના સાગબારા તાલુકામાં આવેલા મોટી પરોઢી ગામમાં પિતાએ દિકરીને મોબાઈલ માટે ટકોર કરતા ઝેરી દવા પિતા મોત થયું હતું.

  પ્રાપ્ત માહિતી અનુસાર મોટી પરોઢી ગમના પ્રભુદાસભાઇ  પ્રતાપસીંહ વસાવાએ પોલીસ મથકે જાણ કર્યા મુજબ તેઓ તેમની દીકરી અંકિતા તથા  રીતીકા બપોરના સમયે પોતના ઘરે જમવા બેઠેલા હતા તે વખતે અંકિતા(૧૪) વારંવાર મોબાઇલમા જોયા કરતી હોય અને જમવાનુ જમતી ન હતી જેથી પિતાએ પોતાની  દિકરીને જણાવેલ કે મોબાઇલ ફોનમા ના લાગી રહે પહેલા જમી લે તેમ કહેતા અંકિતા ને મનમા લાગી આવતા જમતા જમતા ઉઠીને ઘરના બીજા રૂમમા જતી રહી રૂમમાં મુકેલ કપાસમાં છટાવાની ઝેરી દવા પોતાની  જાતે પી જતા તેને તાત્કાલીક ૧૦૮ એમ્બુલન્સમા સાગબારા સરકારી દવાખાનામાં લઇ આવી સારવાર માટે દાખલ કરતા સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું.આ બાબતે સાગબારા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:28 pm IST)