Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

કામરેજ નજીક પોલીસે 2880 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપ્યો

કામરેજ:તાલુકાના ગલતેશ્વરથી શામપુરા જતા રોડ પર ટીમ્બા ગામની સીમમાં ગૌરક્ષકો અને પોલીસે ગૌવંશ માસનો જથ્થો ભરેલા ટેમ્પાને ઝડપી પાડી કલીનરની ધરપકડ કરી હતી. ટેમ્પા ચાલક ભાગી ગયો હતો. ઝંખવાનના વનક્ષેત્રમાં ગૌવંશ કાપી તે માંસ ટેમ્પામાં ભરી સુરત લઈ જવાતું હતું. પોલીસે ટેમ્પા ચાલક, ગૌમાંસ ભરાવનાર ઝંખવાનના બે ભાઈ સહીત ૪ ને વોન્ટેડ જાહેર કર્યા છે.

આજે બુધવારે વહેલી સવારે ગલતેશ્વર ગામે તાપી નદીના પુર પર ગૌરક્ષકોએ બાતમી આધારે વોચ ગોઠવી હતી. તે સમયે પુરઝડપે આવતા આઈસર ટેમ્પો (નં.-જીજે-૫-યુયુ-૯૮૬૪) ને ઉભો રાખવા ઈશારો કરતા ચાલકે શામપુરા તરફ ભગાવ્યો હતો. ગૌરક્ષકોએ પીછો કરતા ટેમ્પોચાલક ટીમ્બા ગામે ટેમ્પો મુકી ભાગી ગયો હતો. જ્યારે ટેમ્પામાં બેઠેલો કલીનર ખેરાતી યાકુબ શેખ (ઉ.વ.૨૦, રહે-ભાડયાલી, ભાઠેના, લિંબાયત, સુરત) ને ઝડપી લીધો હતો. 

(6:06 pm IST)
  • બરવાળા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ ગઢીયાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને લખ્યો પત્ર:બરવાળા તાલુકામાં આવેલ કેનાલમાં પાણી છોડવા કરી માંગ:વેજલકા પાસે સફાઈનું કામ શરૂ હોવાથી વૈકલ્પિક રસ્તો કરી કેનાલમાં પાણી છોડવા કરી માંગ access_time 10:58 pm IST

  • સુરત :સ્વાઈન ફ્લુમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો:કુલ પોઝિટિવ કેસનો આંકડો 11 થયો :45 વર્ષીય પુરુષનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ :હાલમાં 7 લોકો સારવાર હેઠળ access_time 11:57 pm IST

  • વડોદરામાં રાફેલ મુદ્દે કોંગ્રેસની રેલી યોજાઈ :શાહિદ ભગતસિંહ ચોકથી નીકળી રેલી:રેલીમાં રાફેલનું મોડલનું પ્રદશન :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રેલીમાં લીધો ભાગ:કલેક્ટરને આપ્યું આવેદન access_time 11:57 pm IST