Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

વડોદરામાં બિલ્ડર પાસેથી 5 લાખની લાંચ લેનાર પતિ-પત્ની બને રંગે હાથે ઝડપાયા

વડોદરા:શહેરના બિલ્ડરની સાઇટ પર સર્વે કર્યા પછી કામદારોના પીએફના પ્રશ્ને પી.એફ. કચેરીના ઓફિસરે નોટિસ આપી હતી. કેસમાં કાયદેસરની કાર્યવાહી નહીં કરવા માટે બિલ્ડર પાસેથી રૃપિયા પાંચ લાખની લાંચ લેતા પી.એફ. ઓફિસર આર.કે. તિવારી સીબીઆઇના હાથે ઝડપાઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે, આર.કે. તિવારીની પત્ની પારૃ તિવારી લગભગ ત્રણ મહિના પહેલા લાંચ કેસમાં ફસાઇ હતી. જે અત્યારે જેલમાં છે.

અંગેની વિગત એવી છે કે, શહેરના એક બિલ્ડરની વાસણા-ભાયલી રોડની સાઇટ પર પી.એફ. કચેરીના એન્ફોર્સમેન્ટ ઓફિસર પારૃ તિવારી દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. સાઇટ પર કામ કરતા કામદારોના પી.એફ.ના રૃપિયા બાબતે પારૃ તિવારીએ બિલ્ડરને નોટિસ આપી હતી. જે અનુસંધાને બિલ્ડર પારૃ તિવારીને મળ્યા હતા અને તેમની સાઇટ પરના રોજમદારો અને કાયમી કામદારોની સંખ્યા અંગે ચર્ચા કરી હતી.

(5:55 pm IST)
  • બેન્કરમાંથી નેતા બનેલી મીરા સાન્યાલનું નિધન :2014માં લોકસભા ચૂંટણી લડી હતી :આપ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક ટ્વીટ કરીને તેણીના નિધનની પુષ્ટિ કરી અને કહ્યું કે દેશે એક તીક્ષ્ણ આર્થિક પ્રતિભા અને ઉદાર આત્મા ગુમાવ્યો છે access_time 1:10 am IST

  • વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ ઉઝબેકિસ્તાન જવા રવાના : સૌપ્રથમવાર યોજાયેલી બે દિવસીય ઇન્ડિયા - સેન્ટ્રલ એશિયા મિટિંગમાં ભાગ લેશે : સેન્ટ્રલ એશિયાના જુદા જુદા દેશોના વિદેશમંત્રીઓ જોડાશે access_time 8:07 pm IST

  • દિલ્હી: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પ્રદૂષણ મામલે વાપી CETPને રૂ.૧૦ કરોડનો દંડ ફટકાર્યો : દંડની સાથે CETPએ બે કમિટી બનાવવાનો પણ આદેશ એનજીટીને કર્યો access_time 10:39 pm IST