Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

વિદેશમાં રજીસ્ટ્રેશન ૧૧૧ ઇન્ટરનેશનલ બીઝનેસ સેન્ટર દ્વારા કૌભાંડ

'દુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહીએ' ૪ર ટકાનું વળતર આપવાની લાલચમાં હજારો રોકાણકારોના કરોડો રૂપીયા ડુબ્યાઃ સુરતમાં પ્રથમ ગુન્હો નોંધાયોઃ બીટ કનેકટના જેલમાં રહેલા આરોપી દિવ્યેશ દરજી વિ. વિરૂધ્ધ ફરીયાદઃ સીઆઇડી વડા આશિષ ભાટીયાના માર્ગદર્શનમાં તપાસનો ધમધમાટ

રાજકોટ, તા., ૧૧: દુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહીએ એ કહેવત ફરી એક વખત યથાર્થ સાબીત થવા સાથે બીટકોઇનની  બહેન જેવી બીટ કનેકટ કંપનીના નામે જેની સામે કરોડો રૂપીયાની છેતરપીંડી કૌભાંડના આરોપ છે તેવા હાલ જયુડીશ્યલ કસ્ટડીમાં રહેલા દિવ્યેશ દરજી સામે વધુ એક ફરીયાદ  સીઆઇડીમાં દાખલ થવા સાથે દેકાડો નામની કંપની બનાવી હજારો રોકાણકારો પાસેથી  કરોડો રૂપીયાનું દેશભરમાંથી રોકાણ મેળવી ૪ર ટકા સુધીનું વળતર આપવાની લાલચ આપી છેતરપીંડી થયાની ફરીયાદ નોંધાતા ગુજરાતમાં કૌભાંડોનો રાફડો ફાટયાનું ફલીત થયા વગર રહેતું નથી.

સીઆઇડી ક્રાઇમ સુરત ઝોનમાં નોંધાયેલી ફરીયાદ મુજબ ગિરીશકુમાર ધનજીભાઇ શેલડીયા (રહે. સુરત)એ આ કામના આરોપીઓએ પુર્વ આયોજીત ગુન્હાહીત કાવતરૂ રચી સન-ર૦૧૮માં દેકાડો નામની કંપની બનાવી તેનું વિદેશમાં રજીસ્ટ્રેશન કરાવી ગુજરાત સહિત ભારતભરમાં ૧૧૧ ઇન્ટરનેશનલ બીઝનેસ સેન્ટર શરૂ કરી પીપલોજ (સુરત) ખાત ઓફીસ રાખી હતી.

આ કંપનીએ રોકાણકારોને ઉંચુ કમીશન તથા આવા મુરઘા શોધી આપનારને વધારાના કમીશન આપવાના નામે વિદેશમાં તથા ભારતમાં જુદા-જુદા કાર્યક્રમો કરી અને મોટા વળતરની લાલચ આપી હજારો રોકાણકારો પાસેથી બીટ કોઇન જેવા દેકાડો કોઇન સ્વરૂપે નાણા એકઠા કરી લીધા હતા. બાદમાં વ્યાજ આપવાનું બંધ કરી દીધું હતું. 

ફરીયાદી ગીરીશ કુમાર ધનજીભાઇના જણાવ્યા મુજબ તેઓના ૪૮ લાખ રૂપીયા કંપની પાસેથી લેવાના થાય છે. બીજા લોકોના તો કરોડો રૂપીયા ડુબ્યાની શંકા છે. તપાસની  ગંભીરતા સમજી સમગ્ર મામલો રાજયના સીઆઇડી વડા આશિષ ભાટીયાએ ઝીણવટપુર્વક અભ્યાસ કરી આ તપાસ સુરતના સીઆઇડી ક્રાઇમના અધિકારી પી.જી.નરવાડેને સુપ્રત કરી છે. આવી છેતરપીંડીનો ભોગ બનેલાઓએ સુરત ખાતેની  નાનપુરા ખાતે આવેલી સીઆઇડી ક્રાઇમની બીજા માળે એ બ્લોકમાં આવેલી ઓફીસનો સંપર્ક કરવા અથવા પી.જી.નરવાડેનો ફોન નંબર ૯૮રપર ર૦૩૦૦ પર સંપર્ક કરવા લોકોને અપીલ કરી છે. (૪.૨)

(11:37 am IST)
  • ભારતે પાકિસ્તાનના નિષ્ણાતોને ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પ્રસ્તાવ મોકલ્યો :ભારતે પાકિસ્તાનને પત્ર લખીને પાકિસ્તાની વિશેષજ્ઞો દ્વારા 27મી જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પરિયોજનાનું નિરીક્ષણ માટે તેની યાત્રાનો પ્રસ્તાવ મોકલ્યો છે :આઇડબલ્યુટી અંતર્ગત ભારતે સિંધુ આયુક્તએ પોતાના પાકિસ્તાન સમકક્ષને નિમંત્રણ મોકલ્યું છે access_time 1:07 am IST

  • સપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:48 am IST

  • ગુજરાતના આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પૂનમચંદ પરમારને થયો સ્વાઈન ફ્લૂ : હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા access_time 1:47 am IST