Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

મહેમદાવાદમાં વધુ એક મકાનમાંથી તસ્કરોએ 74 હજારની મતાની ચોરી કરી પલાયન થઇ જતા તપાસ શરૂ

મહેમદાવાદ: શહેરમાં છેલ્લાં કેટલાક દિવસોથી સક્રિય બનેલા તસ્કરો પોલીસને હાથતાળી આપી બિંદાસપણે ચોરીને અંજામ આપી રહ્યાં છે. બે દિવસ અગાઉ ત્રણ મકાનોમાંથી ચોરી થયા બાબતે હજી માંડ પોલીસે તપાસ આરંભી છે તેવામાં વધુ એક બંધ મકાનમાંથી સોનાના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂપિયા ૭૪ હજારની ચોરી થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જેને લઈ પોલીસતંત્રની કામગીરી પર સવાલ ઉઠવા પામ્યાં છે. સઘન પેટ્રોલીંગ વચ્ચે પણ દિનપ્રતિદિન વધતાં જતાં ચોરીના બનાવો નગરજનો માટે ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે પોલીસતંત્ર દ્વારા યોગ્ય અને ઝડપી તપાસ કરી સક્રિય બનેલી તસ્કર ગેંગને ઝડપી પાડવામાં આવે તેવી નગરજનોની તીવ્ર માંગ ઉઠવા પામી છે. આ અંગે મળતી માહિતી મુજબ મહેમદાવાદમાં આવેલ શિવદીપ બંગ્લોઝ સોસાયટીમાં બી/૧૯ નંબરના મકાનમાં અજયકુમાર બળદેવભાઈ પટેલ પરિવાર સાથે રહે છે. ગત મંગળવારના રોજ અખાત્રીજનો પર્વ વતનમાં આવેલ ખેતરમાં મુહૂર્ત કરવાનું હોઈ ઘરના તમામ સભ્યો વહેલી સવારે ઘરના મુખ્ય દરવાજાને તાળુ મારી પોતાના વતન સુંઢા ગામે ગયાં હતાં. ત્યારબાદ મોડી સાંજે ઘરે પરત ફર્યાં હતાં. 

(5:43 pm IST)
  • છેલ્લી ઘડીએ જેટ એરવેયઝ માટે બોલી લગાવતું એતિહાદ : એમની સાથે છે કોઈ ભારતીય પક્ષકાર : આ ભારતીય પક્ષકાર રિલાયન્સ હોવાનું ચર્ચાય રહ્યું છે. access_time 1:43 am IST

  • અમદાવાદના ધોળકા નગરપાલીકાનો કલાર્ક રૂ.૪૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયોઃ વર્કઓર્ડરના બિલ પાસ કરાવવા માગી હતી લાંચ access_time 3:42 pm IST

  • રિલાયન્સનો ''રમકડા'' માર્કેટમાં પ્રવેશ : મુકેશ અંબાણીએ હેમલીઝ કંપની ખરીદી : જે રપ૯ વર્ષ જુની છે : ૧૮ દેશોમાં હેમલીઝના ૧૬૭ સ્ટોર છે : આ કંપની મુળ બ્રિટનની છે રિલાયન્સે ૬ર૦ કરોડમાં આ સોદો કર્યો છે. આ સોદા સાથે રિલાયન્સે રમકડાના આંતરરાષ્ટ્રીય બજારમાં ઝંપલાવ્યું છે access_time 3:22 pm IST