Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

ભરૂચના દાંડિયા બજારમાં રહેતા 28 વર્ષીય યુવકને નોકરી અંતર્ગત સુરત જવામાં કાળ ભરખી ગયો: ટ્રેનની હડફેટે મૃત્યુ થતા તપાસ હાથ ધરવામાં આવી

સુરત:ભરૃચના દાંડીયા બજારમાં રહેતો 28 વષીૅય ગોપાલ ઠાકોર બુધવારે સાયણ  કિમ રેલવે ટ્રેક પાસે ઇજાગ્રસ્ત હાલમાં પડેલો હતો.તેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.જયાં આજે સવારે તે મોતને ભેટયો હતો.

સુત્રાએ કહ્યુ કે ગોપાલ છેલ્લા કેટલાક સમયથી બેકાર હોવાથી બુધવારે સુરતના સાયણ ખાતે આવ્યો હતો.જોકે તે દિવસે મોડી સાંજ સુધી ઘરે નહી પહોચતા તેના પરિવારે શોધખોળ આદરી હતી. બાદમાં સિવિલમાં હોવાનુ જાણવા મળ્યુ હતું. ટ્રેનની અડફટે મોત થયુ હોવાની શકયતા પોલીસે દર્શાવી હતી.

(5:31 pm IST)
  • મહા ભયંકર રૂપ ધારણ કરેલ બુલબુલ વાવાઝોડુ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશને સમુદ્ર કાંઠે થી આજે રાત્રે પસાર થશે. :કાંઠાના વિસ્તાર માંથી સવા લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાંઆવ્યા નું મુખ્યમંત્રી મમતા બેનર્જી એ જણાવ્યું છે. પશ્ચિમ બંગાળના દીઘાથી ૯૦ કિલોમીટર અને ઓડિશાના પારાદીપ થી 140 કિલોમીટર દૂર બંગાળના અખાતમાં વાવાઝોડું ધસમસતુ આવી રહ્યું છે આજે સાંજે છ વાગ્યાથી કલકત્તા એરપોર્ટ પર તમામ કાર્યવાહીઓ થંભાવી દેવામાં આવી છે access_time 6:19 pm IST

  • સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ મુસ્લિમ પર્સનલ લો બોર્ડની પત્રકાર પરિષદ : વકીલો સાથે વાત કરીને આગળની રણનીતિ ઘડાશે : સુપ્રિમ કોર્ટના નિર્ણયનું સંપૂર્ણ સન્માન અમે કરીએ છીએ : મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ચુકાદાથી સંતુષ્ટ નથી : કોઈપણ પ્રકારના ધરણા કે પ્રદર્શન કરીશુ નહિં : અમને ન્યાય મળ્યો નથીઃ અમે અપીલ કરીએ છીએ કે કોઈપણ પ્રદર્શન કરે નહિં: રીવ્યુ પીટીશન દાખલ કરવા વિચાર કરાશેઃ મસ્જીદને શીફટ કરી શકાય નહિં : ચુકાદામાં કેટલાક વિરોધાભાસ જોવા મળ્યો છે access_time 1:07 pm IST

  • વર્લ્ડ ટી-૨૦માં પોતાનો રોલ સમજીને તેણે વધુ ધ્યાન આપવુ જોઈએ : રિષભ પંતને સલાહ આપતા કુમાર સંગકારાએ કહ્યુ... access_time 1:06 pm IST