Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

ભાડાની દુકાનમાં કાપડનો વેપારી માથાભારે શખ્સોની મદદ લઇ સામાન કાઢી રફુચક્કર

વડોદરા: સુભાનપુરા વિસ્તારમાં ભાડાની દુકાનમાં કાપડનો વેપાર કરતી મહિલાને જાણ કર્યા વગર જમીન દલાલે કેટલાક માથાભારે શખ્સોની મદદ લઇને દુકાનમાંથી સામાન કાઢી એક ટેમ્પામાં ઉઠાવી ગયા બાદ દુકાનને તાળુ મારી દીધુ હતું. આ અંગે મહિલાએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હોવા છતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાના બદલે ચોર કોટવાલને દંડે જેવી નીતિ અપનાવી મહિલાના પુત્રને લોકઅપમાં મુકી દીધો હતો. અમદાવાદના નહેરુનગર વિસ્તારમા રહેતા જ્યોતીબેન પંજાબી કાપડનો વેપાર કરે છે તેમની સુભાનપુરા વિસ્તારમાં રાધીકા સોસાયટીના એપાર્ટમેન્ટમાં કાપડની દુકાન પણ ભાડેથી છે. આ દુકાનના માલીક નયનભાઇ ઠક્કર મુંબઇમાં રહે છે. જ્યોતીબેને પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે અમે દર મહિને ભાડુ આપતા હોવા છતા દલાલ જીતેન્દ્રભાઇ દ્વારા દુકાનનું તાળુ તોડી અંદરથી કાપડનો સામાન ભરીને એક ટેમ્પામાં ઉઠાવી ગયા હતાં અને દુકાનને બીજુ તાળુ મારી દીધુ હતું.
 

(6:09 pm IST)
  • જાપાન દ્વારા લોકનનો પ્રથમ હપ્તો આપવા તૈયારી: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધે છેઃ આવતા મહિને મળશે ૧૮૦૦ કરોડઃ ટેન્ડર પ્રક્રિયા શરૂ access_time 10:30 am IST

  • રૂપાણી સરકારનું વિસ્તરણ નહિં થાય : લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા આહવાન : લોકસભા ચૂંટણી પર જરૂર જણાશે તો થશે વિસ્તરણ : હાલ નહિં થાય રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ : કર્ણાટક ચૂંટણી બાદ હતી વિસ્તરણની આશા : હાલ વિસ્તરણ ન કરવાનો ભાજપનો નિર્ણય : લોકસભાની તૈયારીઓમાં લાગી જવા આહવાન access_time 4:01 pm IST

  • કર્ણાટકનો દરિયાકાંઠો અને કેરળમાં ભારે વરસાદની આગાહી છે. આગામી ૩૦ કલાકમાં ગોવા અને કર્ણાટકમાં ભારે વરસાદની આગાહીના પગલે નજીકના શહેરોમાં એલર્ટ જારી કરવામાં આવ્યા છે access_time 4:03 pm IST