Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

અમદાવાદ આવી પહોંચી તેજસ ટ્રેન:ભારતીય રેલવેના 166 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ખાનગી ટ્રેન દોડશે

અમદાવાદથી સવારે 6.40 વાગ્યે ઉપડી બપોરે 1.10 વાગ્યે મુંબઈ પહોંચશે. : વડોદરા અને સુરતમાં સ્ટોપ મળશે

અમદાવાદ : તેજસ ટ્રેન અમદાવાદ પહોંચી છે. ભારતીય રેલવેના 166 વર્ષના ઇતિહાસમાં મોટું પરિવર્તન ખાનગી ટ્રેનો દોડાવવાનું કરાયું છે  જે અંતર્ગત પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ નવેમ્બરમાં અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડશે. કેન્દ્ર સરકારે ટ્રેન IRCTCને ભાડે આપી છે. ભારતમાં પીપીપી ધોરણે બે ટ્રેન દોડશે, એક અમદાવાદથી મુંબઇ વચ્ચે તેજસ ટ્રેન છે.

  તેજસ ટ્રેન 200 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડશે. અમદાવાદથી સવારે 6.40 વાગ્યે ઉપડી જે બપોરે 1.10 વાગ્યે મુંબઈ પહોંચશે. જ્યારે મુંબઈથી બપોરે 3.40 વાગ્યે ઉપડી અને રાત્રે 9.55 વાગ્યે અમદાવાદ પહોંચશે. એટલે કે તેજસ ટ્રેનથી અમદાવાદથી મુંબઈ 6.30 કલાકમાં પહોંચી જવાશે. ટ્રેન વડોદરા અને સુરત એમ બે જગ્યાએ ઊભી રહેશે

  . ટિકિટથી લઈ તમામ સુવિધા IRCTC આપશે. તેજસ ટ્રેન એક સપ્તાહમાં 5 દિવસ દોડશે. તેજસ ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા, સીટ પર એલસીડી સ્ક્રીન, સીસીટીવી, દરેક કોચમાં ચા,ફોફી માટે વેન્ડિંગ મશીન અને મનપસંદ ભોજન પણ મળશે. ટ્રેનમાં ટિકિટ તપાસવા માટે આઈઆરસીટીસી સ્ટાફ રહેશે.

(11:11 pm IST)