Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

સુરતના અડાજણમાં યુવતીના ક્લાસમેટ સાથેના ફોટો ઘરે બતાવવાની ધમકી આપી કારમાં બેસાડી કાપડના વેપારીએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો: અડાજણ પોલીસે રંગે હાથે ધરપકડ કરી

સુરત: શહેરના અડાજણ વિસ્તારમાં ધો.8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના ક્લાસમેટ સાથેના ફોટા પાડી માતાને બતાવીશ એમ કહી બ્લેકમેલ કરી જબરજસ્તી પોતાની કારમાં બેસાડી કાપડના વેપારીએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. અડાજણ પોલીસે કપડા વેપારીની ધરપકડ કરી છે.

અડાજણ વિસ્તારમાં રહેતી અને ધો.8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની શનિવારે બપોરના અરસામાં એલ.પી. સવાણી વિસ્તારમાં તેના કલાસમેટ સાથે ઉભી રહીને વાત કરી રહી હતી. ત્યારે ત્યાંથી પસાર થતા વિદ્યાર્થિનીના જુના પડોશી હરીશ નારસિંગ માલવીયા (..34 રહે. પંકજનગર સોસાયટીપાલનપુર જકાતનાકા) વિદ્યાર્થિની અને તેના કલાસમેટના ફોટા મોબાઇલમાં પાડી લીધા હતા. ત્યાર બાદ વિદ્યાર્થિનીને ફોન કરીને બોલાવી હતી અને મોબાઇલમાં કલીક કરેલા ફોટા બતાવી પોતાની કારમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો.

(5:56 pm IST)