Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

મોટર વ્હીકલ એક્ટમાં સુધારો અને મોંઘવારીના કારણે વણજોયા મુહૂર્ત દશેરાએ વાહન ખરીદીમાં ઘટાડો

અમદાવાદ: ગુજરાતમાં આ વર્ષે તહેવાર સમય મોંઘવારીની ક્યાંકને ક્યાંક અસર જોવા મળી રહી છે. તાજેતરમાં જ મોટર વ્હીકલ એક્ટમાં થયેલા સુધારા બાદ તહેવારોમાં તેનું ગ્રહણ જોવા મળી રહે છે. દશેરાના વણજોયા મુહૂર્તે દર વર્ષે વેચાણમાં 20 થી 25 ટકા વધારો જેને લઇ ડીલર અગાઉથી જ વાહનો સ્ટોક વધારી દેતા હોય છે, પરંતુ આ વર્ષે ઇકોનોમી ડાઉન અને લોકો પાસે પૈસા ન હોવાની વાતો સાંભળવા મળી રહી છે.

મંદીની સીધી અસર વાહન ખરીદી પર પડી રહી છે. તહેવારોમાં નવી કાર લોન્ચ કરતી કંપનીને અંશતઃ ફાયદો ચોક્કસ થઈ શકે છે. પરંતુ એકંદરે આ વર્ષે દશેરા નિમિત્તે પછી 30 ટકા 35 ટકા વાહન ઓછી ખરીદી થવાનો અંદાજ છે. કાર ડીલરોનું માનીએ તો એક દિવસમાં દશેરાના દિવસે 50 થી 55 થી કાર અને ૧૦૦થી ૨૦૦ ટુ વ્હીલર્સની ખરીદીની તુલનાએ ગત વર્ષ કરતા તેમાં ઘટાડો જોવા મળી શકે છે.

આ વર્ષે માત્ર 40 થી 45 જેટલી કાર એક ડીલરને ક્યાં બુકિંગ થઇ છે. જ્યારે 70 થી 80 ટુ-વ્હીલર બુકિંગ થતા વેચાણમાં ચોક્કસ ઘટાડો નોંધાઈ શકે છે. એક અંદાજ મુજબ આ દશેરામાં ડીલરને વાહન ખરીદીમાં કરોડોનું નુકસાન વેઠવાનો વખત પણ આવી શકે છે.

(5:20 pm IST)