Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

સમાજ એકતા વિરોધી પરિબળોને પરાસ્ત કરી : સદભાવના-સમરસતા સાથે વિજયાદશમી પર્વ ઉજવીએ : વિજયભાઈ રૂપાણીએ દશેરાની શુભેચ્છા પાઠવી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિજયાદશમી પર્વની સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું છે કે, શક્તિની આરાધનાના પર્વ અને વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ નવરાત્રી પછી આવતું વિજયાદશમી પર્વ સમગ્ર ભારતમાં વિજયોત્સવ તરીકે ઉજવાય છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વિજયાદશમીનું આ પર્વ રાષ્ટ્ર અને સમાજની એકતા તોડવા માંગતા પરિબળોને નાથીને સદભાવના-સમરસતા સૌહાર્દ, આપસી પ્રેમ તથા બંધુતા અને સૌના સાથ સૌના વિકાસની નેમ પાર પાડી ‘રામરાજ્ય’ની અનૂભુતિ કરાવતું પર્વ બને તેવી અપેક્ષા પણ વ્યકત કરી છે.

(4:34 pm IST)