Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

એલચી અને આદુના ભાવ વધતા ચા કડવી લાગશેઃ એલચીનો ભાવ રૂ. ૬,૦૦૦

અમદાવાદ, તા.૭: લીલા શાકભાજીના ભાવો ઉતરવાનું નામ લેતુ નથી ત્યાં ચા,મીઠાઈ સહિત અન્યોમાં વસ્તુઓમાં વપરાતી એલચીનો ભાવોમાં ભડકો થયો છે. સામાન્ય દિવસોમાં એલચી રૂ.૨૬૦૦ કિલો વેચાણ થતી હતી તેના ભાવ રૂ.૬૦૦૦ પહોંચી ગયા છે. એલચી, આદુ અને ફુદીના ભાવો વધી જતા લોકોને સવારે ફીક્કી ચા પીવાનો વારો આવી ગયો છે, કારણે કે આદુનો ભાવ સામાન્ય દિવસોમાં રૂ.૪૦ કિલો મળતુ હતુ તે વધીને અત્યારે રૂ.૧૮૦ કિલો થઈ ગયા છે.જયારે ફુદીનો રૂ.૨૫ થી રૂ.૩૦ કિલો મળતુ હતુ તે વધીને રૂ.૧૪૦ કિલો થઈ ગયુ છે. એલચીના ભાવોમાં અસહ્ય વધારો થતા ચાની કીટલી ઉપર એલચી વાપરવાનું બંધ કરી દેવામાં આવ્યુ છે જો કે, એલચીનો પાવડર ચાની કીટલી વાળા વાપરવાનું ચાલુ કયુ છે. આ એલચીના પાવડરમાં એલચીની કૃત્રિમ સુગંધ આવતી હોય છે. ખરેખર આ એલચી પાવડરમાં એલચી હોતી નથી. અમદાવાદ શહેરીજનો દરરોજની ૧૦ લાખ કપથી વધુ ચા પી જતા હોય છે.

(10:00 am IST)