Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

પ્રધાનમંત્રી માતૃવંદનામાં ભરુચે બાજી મારી લીધી

બેસ્ટ પરફોર્મિંગ ડિસ્ટ્રીક્ટ એવોર્ડ

અમદાવાદ,તા.૭: ગુજરાતના ભરૂચ જિલ્લાને પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના અમલીકરણમાં ર૦૧૮ના વર્ષમાં પશ્ચિમ ક્ષેત્રોના રાજ્યોમાં શ્રેષ્ઠ જિલ્લો-બેસ્ટ પરફોર્મિંગ ડિસ્ટ્રીકટનોએવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. ભારત સરકારે સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ નવજાત શિશુઓના આરોગ્ય અને પોષણની સ્થિતિમાં સુધાર લાવવાના ઉદાત્ત ભાવ સાથે આ યોજના દેશવ્યાપી શરૂ કરાવી છે.આ યોજના તહેત ગર્ભાવસ્થાથી લઇને પ્રસુતિ સુધીના સમય દરમ્યાન વિવિધ તબક્કે કુલ ૫૦૦૦ની સહાય સીધી જ લાભાર્થીને આપવામાં આવે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અમલીકરણની ભરૂચ જિલ્લાની ટીમને આ ગૌરવ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા છે.

(9:55 pm IST)
  • ચીન અંગેની ગુપ્ત માહિતી અમેરિકા ભારતને આપશેઃ બંને દેશ સૈન્ય અભ્યાસથી આગળ વધીને સુરક્ષા પડકારનો સાથે મળીને સામનો કરવામાં સક્ષમ access_time 11:58 am IST

  • પાંચમી ટેસ્ટમેચના પ્રથમ દિવસે ઈંગ્લેન્ડ 198/7: ઈશાંતની 3, બુમરાહ, જાડેજાની 2-2 વિકેટ:હનુમા વિહારીને ટેસ્ટ કેપ: ભારતનો 292મો ટેસ્ટ ખેલાડી બન્યો: 5 ટેસ્ટની આ શ્રેણીમાં ઈંગ્લેન્ડે ત્રણ ટેસ્ટ જીતી: એકમાં ભારતનો વિજય :ઈંગ્લેન્ટ 3-1થી ટેસ્ટ શ્રેણી જીતી ચૂક્યું છે:ઈંગ્લેન્ડના કેપ્ટન એલિસ્ટર કૂકની કારકિર્દીની આ અંતિમ ટેસ્ટ access_time 1:02 am IST

  • હાર્દિકના તમામ ટેસ્ટ નોર્મલ :તબિયત હાલ સ્થિર:સરકારી હોસ્પિટલના ડોક્ટરો અને સરકાર પર વિશ્વાસ ન હોવાનું દર્શાવીને પાસ સમિતિ દ્વારા તેને એસજી હાઈવે પર આવેલી એસજીવીપી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો access_time 1:00 am IST