Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

વડોદરાના કારેલીબાગમાં પેટ્રોલપંપ નજીક માથાભારે શખ્સોએ કાર ચાલકને રોકી જીવલેણ હુમલો કર્યો

વડોદરા:કારેલીબાગ વિસ્તારમાં આવેલા બાલ ગોકુલમ પાછળ સાંજના સમયે પસાર થઇ રહેલા કાર ચાલકને ત્યાંના માથાભારે શખ્સે અટકાવી માર મારતાં ભયનું વાતાવરણ સર્જાયું હતું.

સુરસાગર તળાવમાં કોન્ટ્રાકટનું કામ કરનાર કમલેશભાઇ બારોટ (રહે.યોગીનગર, છાણી)એ પોલીસને જણાવ્યું છે કે,ગઇ કાલે સાંજે હું કાર લઇ ભૂતડીઝાંપા પાછળના પેટ્રોલપંપ પાસેથી પસાર થતો હતો ત્યારે એકાએક એક શખ્સ કારની આડે આવ્યો હતો.

હું કાંઇ સમજુ તે પહેલાં તેણે કારનો કાંચ તોડયો હતો અને ડ્રાઇવર સીટ પાસે આવી દરવાજો ખેંચવા માંડતા મેં તેને તમે કોણ છો..આ શું કરો છો ...તેમ કહ્યું હતુ.હુમલાખોરે તેનું માથું મારા માથા સાથે પછાડતા મને લોહી નીકળ્યુ હતુ.

હું બહાર નીકળતાં તેણે મારી સાથે ઝપાઝપી કરી હતી,જેમાં મારા શર્ટના ખિસ્સામાંથી રોકડા રૂા.૪ હજાર પડી ગયા હતા.બનાવને પગલે લોકો ભેગા થયા હતા અને તેમની પાસે હુમલાખોરનું નામ સલીમ તિનપત્તી હોવાનું જાણવા મળ્યુ હતું.કારેલીબાગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:24 pm IST)