Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

કુંવારા પ્રેમી જયમીનને બીજે લફરૃં હોવાની શંકા ઉપરથી સુરતની જયશ્રી પટેલે ગજબ બદલો લીધો

બદલો લેવા કઇ કક્ષાએ પહોંચી ? : યુવતિનું બનાવટી ફેસબુક એકાઉન્ટ બનાવ્યું : 'હું કોલગર્લ છું' લખી તેના મોબાઇલ નંબર લખ્યા!!

સુરત તા. ૭ : બદલો લેવાની કે બદનામ કરવાની ભાવનાથી સોશિયલ મીડિયા પર મહિલાઓના ખોટા આઈડી બનાવી તેના પર બીભત્સ ફોટોગ્રાફસ પોસ્ટ કરવાના અનેક કેસ પ્રકાશમાં આવતા રહે છે. સુરત શહેરમાં પણ આવો જ કેસ પ્રકાશમાં આવ્યો છે. જોકે, અહીં ગુનો આચરનાર કોઈ પુરુષ નહીં પરંતુ એક મહિલા છે! એક મહિલા જ બીજી મહિલાનું ફેક ફેસબુક આઈડી બનાવીને બદનામ કરી રહી હોવાનો કેસ શહેર પોલીસના ચોપડે નોંધાયો છે.

પોલીસે જયારે આ મહિલાની ધરપકડ કરી ત્યારે તેણે પોતાનો ગુનો સ્વીકારતા જણાવ્યું હતું કે, તેને શંકા હતી કે તેના પતિને તેની સાથે હીરાના કારખાનામાં કામ કરતી યુવતીને સાથે લફરું છે. આથી યુવતીને બદનામ કરવાના ઈરાદાથી તેની ફેક ફેસબુક પ્રોફાઇલ બનાવી હતી અને તેને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું હતું.આ મામલે સુરતના ચોકબજારમાં રહેતી એક યુવતીએ ચોથી સપ્ટેમ્બરના રોજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ ફરિયાદમાં કહ્યું હતું કે તેના નામે ફેક પ્રોફાઇલ બનાવવામાં આવી છે. આ કેસની તપાસ સાઇબર ક્રાઇમને સોંપવામાં આવી હતી. સાઇબર ક્રાઇમે તપાસ કરતા એક મહિલાની જ ધરપકડ કરી હતી!

પોલીસે આ ગુનામાં હરિઓમ સોસાયટી, કતારગામ ખાતે રહેતી ૩૦ વર્ષની જયશ્રીબેન જયમીન પટેલની ધરપકડ કરી હતી. પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે તેનો પતિ જયમીન હીરાના કારખાનામાં કામ કરે છે. જયશ્રીબેનને શંકા હતી કે તેના પતિનું આજ કારખાનામાં કામ કરતી એક અપરિણીત યુવતી સાથે અફેર ચાલી રહ્યું છે.આ મામલે શંકા વધારે મજબૂત બનતા જયશ્રીબેને અપરિણીત યુવતીના નામે ફેસબુક પર એક ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. આ એકાઉન્ટમાં તેણે બીભત્સ ફોટોગ્રાફ અપલોડ કરી દીધા હતા. યુવતીને આ વાત ધ્યાનમાં આવતા તેણે પોલીસ ફરિયાદ કરી હતી. તપાસ બાદ પોલીસે આ કેસમાં તેના સાથી કર્મચારી એવા જયમીનની પત્નીની ધરપકડ કરી હતી.(૨૧.૬)

(12:11 pm IST)