Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

સુરતમાં આખી રાત પાટીદારોના ટોળા-પોલીસ વચ્ચે સંતાકુકડી

રાત્રે વરાછા,કાપોદ્વા, સીમાડા, સરથાણા સહિતના વિસ્તારોમાં ૧૦૦-૨૦૦ના ટોળા જય સરદાર-જય પાટીદારના નારા લગાવતા રહયા... આજે સવારથી ફરી શાળા-કોલેજો બંધ કરાવવા ફરતા ટોળાઃ પોલીસનો લોખંડી બંદોબસ્ત

રાજકોટ તા. ૭ :.. અમદાવાદ ખાતે ખેડૂતોના દેણા માફી અને પાટીદાર સમાજને અનામતની માંગ સાથે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલા હાર્દિક પટેલના સમર્થનમાં હવે હિરાનગરી અને પાટીદાર સમાજનું એપી સેન્ટર ગણાતુ સુરતમાં પાટીદાર યુવાનોએ હવે સરકાર સામે દેખાવો શરૂ કર્યા છે.

સુરતમાં વરાછા, પુવર્ત, મીની બજાર, કામરેજ કાપોદા, સીમાડા, સરથાળા વિસ્તારોમાં ગઇકાલે પાટીદાર યુવાનો - વેપારીઓએ દેખાવ કર્યા બાદ આજે સવારથી પાટીદારો દ્વારા શાળા-કોલેજો બંધ કરાવતા ટપોટપ બંધ રહી હતી.

સુરતના પાટીદાર યુવાનો દ્વારા કોઇ કાકરીચાળો ન થાય તે માટે પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવી આપ્યો છે.

દરમિયાન રાત્રીના ૯ કલાકથી વહેલી સવાર સુધી સુરતમાં પાટીદાર યુવાનો અને પોલીસ વચ્ચે જાણે સંતાકુકડી રમતા હોય તેમ સતત દોડધામ કરતા રહ્યા હતાં.

પાટીદાર યુવાનો જય સરદાર અને જય પાટીદારના નારા લગાવતા વાતાવરણ તંગ થઇ ગયુ હતું. પોલીસ દ્વારા સમગ્ર પરિસ્થિતીનું બારીકાઇથી નીરીક્ષણ થઇ રહ્યંુ છે.

(12:07 pm IST)