Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટના રિમાન્ડ નામંજૂર : સીઆઇડી ક્રાઇમે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા

ભટ્ટના વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી જ્યૂડીશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરાયો

 

અમદાવાદ :એનડીપીએસના કેસમાં આરોપી પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની સીઆઇડી ક્રાઇમે ધરપકડ કર્યા બાદ તેમને પાલનપુર ચીફ કોર્ટમાં રજૂ કર્યા હતા. સીઆઈડી ક્રાઈમે ચૌદ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જોકે કોર્ટે સંજીવ ભટ્ટના રિમાન્ડ નામંજૂર કર્યા છે.

  સંજીવ ભટ્ટના વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી અને ચીફ કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા હતા. પાલનપુરની હોટેલે લાજવંતી રાજસ્થાનના પાલીની પ્રોપર્ટીનો કેસ અને સુપ્રીમમાં કેસને પેન્ડિંગ મુદ્દાઓને લઈને સંજીવ ભટ્ટના વકીલે દલીલો કરી હતી. જોકે કોર્ટે દલીલોને ગ્રાહ્ય રાખીને સંજય ભટ્ટને જ્યૂડીશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો.

(10:10 pm IST)