Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ડબલ એન્જિનની સરકારમાં આઠ નવા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આકાર લેશે : નવા ઔદ્યોગિક એકમોને પ્રોત્સાહન અપાશે

ઇન્ડસ્ટ્રીઝ પાર્ક આવતા દિવસોમાં નાના અને મધ્યમ કદના ઔદ્યોગિક એકમ માટે નવી ઉડાન પૂરી પાડશે

ગાંધીનગર તા. 06 : ડબલ એન્જિનની સરકાર દ્વારા દેશનાં રોલ મોડેલ ગુજરાતમાં વિવિધ વિકાસનાં કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આઠ નવા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આકાર લેવા જઈ રહ્યા છે. જેને લઈ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા પુરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી આકાર પામનાર ઇન્ડસ્ટ્રીઝ પાર્ક આવતા દિવસોમાં નાના અને મધ્યમ કદના ઔદ્યોગિક એકમ માટે નવી ઉડાન પૂરી પાડશે. ગુજરાત સરકાર દ્વારા નવા ઔદ્યોગિક એકમોને પ્રોત્સાહન આપતી યોજનાઓ આકાર પામી છે. ઉમરગામથી અંબાજીના ટ્રાયબલ બેલ્ટમાં વિકાસના દ્વાર ખોલશે. આ ટ્રાયબલ પાર્કમા ખાસ કરીને વિસરાતી વાનગી પરંપરાગત ચીજવસ્તુઓનુ ઉત્પાદન કરવામા આવશે. આ સિવાય ખાસ એગ્રો પ્રોસેસિંગ પાર્ક આકાર લેશે.

સૌરાષ્ટ્ર કચ્છના ભાવનગર, જામનગર, ભદ્રેશ્વર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, વલસાડમાં ઈન્ડસ્ટ્રીયલ પાર્કનુ નિર્માણ થશે. અને આગામી દિવસોમાં મરીન ફૂડ પ્રોસેસિંગ પાર્ક નિર્માણ થનાર છે. જે જખૌ, પોરબંદર, નવસારી, વેરાવળ અને વલસાડ વચ્ચે આકાર પામશે. આ સિવાય 2000 એકરમા બલ્ક ડ્રગ પાર્કમા એનટી-બાયોટીકસ જંબુસર ખાતે આકાર પામશે, જેનો ડી.પી.આર બહાર પાડવાના આવશે. તેમજ ટ્રાઇબલ વિસ્તારમાં એગ્રો પાર્ક બનાવનારને ઇન્ફાસ્ટ્રક્ચર માટે પાંચ કરોડ રૂપિયા રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે, આ સિવાય ભારત સરકારના પી.એમ ગતિ શક્તિ પ્રોજેક્ટ હેઠળ હજાર કરોડ ડ્રગ્સ પાર્કને આપવામાં આવશે.

રાજ્યમાં નવસારીના વાંસદા ખાતે ટેક્ષટાઈલ પાર્ક માટે 1150 એકર સંપાદન કરવામા આવી રહી છે. જેમા કેન્દ્ર સરકાર દ્વારા 500 કરોડ જ્યારે રાજ્ય સરકાર દ્વારા 200 કરોડના લાભ આપવાની યોજના તૈયાર થઈ ચૂકી છે. હાલ તો આ ઇન્ડસ્ટ્રીયલ એશ્તાબ્લિશ માટે જીઆઇડીસી દ્વારા વિવિધ જગ્યાએ જમીનોની શોધખોળ પૂર જોશમા ચાલુ છે.
 

(10:40 pm IST)