Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

આરોપીઓએ નાસવા માટે સેન્સરમાં સિક્કો નાખી ટ્રેનને થંભાવી દીધી હતી

ફકત બોલીવુડ જ નહિ પરંતુ હોલીવુડની ફિલ્મોની કાલ્પનિક કથાને ટક્કર મારે તેવી કચ્છ એકસપ્રેસની દોઢ કરોડની દેશની અજોડ લૂંટારૂ ટોળીની ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછમાં સનસનાટી ભરી વિગતો બહાર આવી : ટ્રેનની સમાંતર કાર દોડાવતા ગેંગના સભ્યોની કારમાં બેસી ગુન્હાહીત જીવનની સીલ્વર જયુબેલી ઉજવવાની તૈયારી કરતા રાજુ બિહારી ગેંગને આબાદ ઝડપી લેવામાં આવી : ગુપ્તચર તંત્રના અનુભવના કારણે દેશભરમાં બાતમીદારોનું નેટવર્ક ધરાવતા સુરત પોલીસ કમિશ્નર આર.બી. બ્રહ્મભટ્ટના સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર.મુલીયાણા, ડીસીપી રાહુલ પટેલ અને એસીપી આર.આર.સરવૈયાની ટીમે અશકયને શકય કરી બતાવ્યું: પડદા પાછળની કથા

રાજકોટ, તા., ૬: તાજેતરમાં જ વલસાડ પંથકના ડુંગરી પાસે કચ્છ એકસપ્રેસમાં હથીયારધારી લુંટારૂઓ દ્વારા રૂ. દોઢ કરોડની  ગુજરાતભરમાં ખળભળાટ મચાવનારી આંગડીયા લુંટનો ભેદ ઉકેલવામાં સુરતના નવનિયુકત અને અનુભવી પોલીસ કમિશ્નર  આર.બી.બ્રહ્મભટ્ટના માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા સાંપડવા સાથે દોઢ કરોડની લુંટના માસ્ટર માઇન્ડ રાજુ બિહારી સહીત  ૭ શખ્સોને રૂ.૮૬.૮પ લાખના મુદામાલ તથા ઘાતક હથીયારો સાથે જબ્બે કરવામાં  જવલંત સફળતા સાંપડી છે.

સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર આ સનસનાટીભરી લૂંટના પગલે પોલીસ કમિશ્નર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ દ્વારા ક્રાઇમ બ્રાન્ચના  વડા એચ.આર.મુલીયાણા, ડીસીપી રાહુલ પટેલ અને એસીપી આર.આર.સરવૈયા સાથે  તાકીદની બેઠક યોજી લુંટારૂઓને ઝડપી લેવાની તમામ એંગલના સમાવેશ સાથે સ્કીમ તૈયાર કરી વિવિધ ટીમો બનાવી હતી.  દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ  શૈલેષ  રાધે બિહારીને માહીતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઓપરેશન હાથ ધરી મુદામાલ સાથે ઘાતક હથીયારો અને બે કાર  કબ્જે કરી છે. દક્ષિણ ગુજરાતમાં રાજુ બિહારી ગુન્હાહિત જીવનની સીલ્વર જયુબેલી  ઉજવવાની તડામાર તૈયારી કરી રહયો હતો તે સમયે જ ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓના સુપરવીઝન હેઠળ ટીમે રાજુને ઝડપી લીધો હતો.

રાજીવ ઉર્ફે રાજુ બિહારી મૂળ બિહારના પટનાનો રહેવાસી છે અન્ય આરોપીઓમાં બોટાદ પંથકના ગઢડાનો રોનીક વલસાડ પંથકનો બિરેન્દ્રકુમાર, નવસારી પંથકનો હિતેષ અને બિહારનો ગુલસન પટેલ તથા નીરજ અને નવસારીના નિરવને ઝડપી લેવામાં સફળતા સાંપડી હતી. આરોપીઓ લુંટને અંજામ આપી યુપી બિહાર નાસી છુટયા હતા. દરમિયાન લૂંટના સોનાનો નિકાલ કરવા આવ્યા અને હરહંમેશ સક્રિય રહેતી ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ કમિશ્નર  આર.બી.બ્રહ્મભટ્ટના ગુપ્તચર અનુભવના નેટવર્કને કારણે પર્દાફાશ થઇ ગયો.

આરોપી રાજુ બિહારી બે વર્ષથી લુંટનું કાવત્રુ ઘડયું હતું. છેલ્લા બે વર્ષથી તે લુંટ કેવી રીતે કરવી તે માટે જબ્બર પ્લાન અને યોજના પરફેકટ રીતે તૈયાર થાય તે માટે તમામ પ્રયાસો કર્યા હતા.

લૂંટ માટેની પરફેકટ પ્લાનના ભાગરૂપે  માત્ર બોલીવુડ જ નહિ પરંતુ હોલીવુડની ફિલ્મની કાલ્પનીક કથાને ટક્કર મારે તેવું પ્લાનીંગ કર્યુ હતું. લુંટારૂઓએ ભાગવા માટે રેલ્વે ટ્રેકના સેન્સરમાં સિક્કો મુકી ટ્રેનના સીગ્નલ ફેઇલ કરી નાખ્યા હતા. પરીણામે ટ્રેનની ગતી ૧૦ કી.મી. ધીમી પડી ગઇ હતી. જે બાદ ટ્રેક ઉપરનો બીજો સીગ્નલ ફેઇલ થતા ડ્રાઇવરે ટ્રેનને થંભાવી દેતા લુંટારૂઓ ટ્રેનની નીચે ઉતરી નજીક કાર ચલાવતા અન્ય સાથીઓ સાથે કારમાં બેસી નાસી છુટયા હતા તેમ ક્રાઇમ બ્રાન્ચના એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર.મુલીયાણા, ડીસીપી રાહુલ પટેલ અને આર.આર.સરવૈયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ઼ હતું. (૪.૬)

(12:00 pm IST)
  • ઇક્વાડોરે શરણ નહીં આપતા લંપટ નિત્યાનંદ ' હૈતી ' તરફ ભાગી ગયો : સત્તાવાર જાહેરાત access_time 7:20 pm IST

  • ફ્રાન્સમાં પેન્શન સુધારણાના વિરોધમાં મહા હડતાલ : ૯૦% રેલવે અને મેટ્રો સેવાઓ ઠપ્પ : પેરિસ આશિત અનેક શહેરોમાં લાખો કર્મચારીઓનું વિરોધ પ્રદર્શનઃ હડતાળથી જનજીવન પર માઠી અસર : અનેક જગ્યાએ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ : પેરિસમાં ૮૭ લોકોની અટકાયત access_time 11:27 am IST

  • પોરબંદરમાં સાંજે વાદળી વરસી ગઇ : પોરબંદરઃ આજે ૬ વાગ્યા બાદ એક વાદળી વરસી ગયેલ અને માત્ર રોડ ભીના થયેલ હતા. શહેરમાં સવારથી ધાબળીયું વાતાવરણ છે. access_time 8:23 pm IST