Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

ગોએરે વિન્ટર શિડ્યૂલમાં ૨૨ નવી ફ્લાઇટો સામેલ

પ્રવાસીઓને વધુ ફાયદો થશે

અમદાવાદ, તા.૫: ગોએર, કે જે ભારતની સૌથી વધુ વિશ્વસનીય, નિયમિત અને સૌથી ઝડપથી વિકસતી એરલાઇન છે જેણે આજે પોતાની કાયમી વિકસતા જતા નેટવર્કમાં ૨૨ નવી ફ્લાઇટ્સનો ઉમેરો કરવાની જાહેરાત કરી છે. તેમાં બે નવા ડેસ્ટીનેશન્સ, વારાણસી અને ઇન્દોરનો પણ સમાવેશ થાય છે અને તેના પ્રવર્તમાન નેટવર્ક પર ૬ નવા જોડાણો જેમ કે બેંગાલુરુ- કોચી, કોચી-હૈદરાબાદ, દિલ્હી-વારાણસી, અમદાવાદ-વારાણસી, દિલ્હી-ઇન્દોર, અમદાવાદ-ઇન્દોરનો સમાવેશ થાય છે, તેમજ દિલ્હી-ગોવા સેકટરમાં વિસ્તરિત ફ્રીક્વન્સીનો પણ સમાવેશ કરાયો છે. ગોએરના આ નવા નિર્ણયના કારણે પ્રવાસીઓને બહુ મોટો ફાયદો અને સુગમતા પ્રાપ્ય બનશે. ગોએર દ્વારા વિન્ટર શિડયૂલમાં ૨૨ નવી ફલાઇટ્સ ઉમેરવા અંગે ગોએરના ડિરેક્ટર જેહ વાડીયાએ જણાવ્યું હતું કે, ગોએર કેલેન્ડર વર્ષને સફળતાપૂર્વક આક્રમક નેટવર્ક વિસ્તરણ, એરક્રાફ્ટના વધારા, અમારા પ્રવર્તમાન નેટવર્ક પર ૬ નવા ડેસ્ટીનેશન્સનો ઉમેરો કરાયો છે. છેલ્લા ૧૨ મહિનામાં અમારા નેટવર્કની ક્ષમતામાં ૩૩ ટકાનો વધારો થયો છે, જેમાં ૧૭ નવા એરક્રાફ્ટ ઉડાન કાફલામાં ઉમેરવામાં આવ્યા છે તેના પરિણામે ૧૦૦ નવી ફ્લાઇટો આવી છે. અમે અમારા નેટવર્ક પર ૧૦ નવા એરપોર્ટનો ઉમેરો કર્યો છે જેમાં ફુકેટ, માલી, અબુધાબી, મસ્કત, દુબઇ, બેંગકોક, કુવૈત, સિંગાપોર, કન્નૂર અને ઐઝવાલનો સમાવેશ થાય છે. અમારો પ્રારંભ થયો ત્યારથી જ અમે ૭૮.૬ મિલીયન પેસેન્જરનું ઉડાન કરાવ્યું છે અને આગામી બે વર્ષોમાં ૧૦૦ મિલીયન સુધી પહોંચવાનો અમારો લક્ષ્યાંક છે. ગોએરે ૧૪૪ એ૩૨૦ નિયમોનો નિશ્ચિત ઓર્ડર મુક્યો છે અને અમે આગામી નજીકના ભવિષ્યમાં મહિને ઓછામાં એક એરક્રાફ્ટની ડિલીવરી મેળવીશું. ગોએર તા.૨૦ ડિસેમ્બરથી અસરમાં આવે તે રીતે, બેંગાલુરુને કોચી સાથે જોડશે, તેથી બિઝનેસ અને લિઝર મુસાફરોને સહાય કરશે. ફ્લાઇટ જી૮-૪૦૪ બેંગાલારુથી ૧૭-૪૫ કલાકે ઉપડશે અને ૧૯-૦૫ કલાકે પહોંચશે અને ફ્લાઇટ જી૮ ૫૧૦ કોચીથી ૨૩-૪૫ કલાકે રવાના થઇને બેંગાલુરુ ૦૦-૫૦ કલાકે પહોંચશે. બેંગાલુરુની સાથે ગોએર કોચીને હૈદરાબાદ સાથે પણ જોડશે જેથી બન્ને શહેરના નિવાસીઓને વેપાર જોડાણ વધુ મજબૂત બનાવવા માટે સહાય કરી શકાય અને તેમજ પ્રવાસન ઉદ્યોગને પણ વેગ આપી શકાય. ફ્લાઇટ જી૮ ૫૦૫ કોચીથી ૧૯-૩૫ કલાકે રવાના થઇને હૈદરાબાદ ખાતે ૨૧-૧૦ કલાકે પહોંચશે અને ફ્લાઇટ જી૮ ૫૦૭ હૈદરાબાદથી ૨૧-૪૫ કલાકે રવાના થઇને કોચી ૨૩-૧૫ કલાકે પહોંચશે. આ ફ્લાઇટ્સ દૈનિક ધોરણે સંચાલન કરશે. ગોએરે દિલ્હી-રૂટ માટે તેની બીજી ફ્લાઇટ પણ ઉમેરી છે. ફ્લાઇટ જી૮ ૩૦૦ દિલ્હીથી ૦૮-૪૦ કલાકે ઉપડશે અને ૧૧-૩૦ કલાકે ગોવા પહોંચશે. ફ્લાઇટ જી૮ ૩૦૧ ગોવાથી ૧૨-૦૦ કલાકે ઉપડશે અને ૧૪-૪૫ કલાકે દિલ્હી પહોંચશે.

(8:54 am IST)