Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દિલ્હીમાં :ફી નિયમન મુદ્દે એટર્ની જનરલ સાથે બેઠક કરશે

અમદાવાદ ;રાજ્યમાં બેફામ ફી મુદ્દે વાલીઓમાં નારાજગી બાદ રાજ્ય સરકારે ફી નિયમન માટે પ્રયાસરત છે અને હાલમાં આ મામલો કોર્ટમાં પણ પહોંચ્યો છે ત્યારે ફી નિયમન મુદ્દે નામ. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીની પૂર્વ તૈયારી અને ઇતર પ્રવૃત્તિઓની ફી નક્કી કરવાના મુદ્દે શાળા સંચાલકો તથા વાલીઓ તરફથી મળેલી રજૂઆતોના સંદર્ભે આવતીકાલે નવી દિલ્હી ખાતે એટર્ની જનરલ વગેરે સાથે બેઠક યોજાશે. આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી રજૂઆતોના મુદ્દાઓ અંગે ચર્ચા કરશે

(11:42 pm IST)