Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

વલસાડના તિજલ વિસ્તારમાં બોડી મસાજની આડમાં લોહીનો વેપાર કરતો હોવાનું ખુલ્યુઃ ૩ વિદેશી લલના, અેક ગ્રાહક અને મેનેજરની ધરપકડ

વલસાડઃ વલસાડમાં તિથલ વિસ્તારમાં બોડી મસાજની આડમાં ધમધમતુ કુટણખાનુ ઝડપાયુ છે. જેમાં પોલીસે ૩ વિદેશી લલના અને અેક ગ્રાહક તથા મેનેજરની ધરપકડ કરી છે. મસાજ પાર્લર ચલાવતો ફૈજલ નામના શખ્સને કોઈપણ જાતની મહેનત વગર માલદાર થવાનો અરમાન જાગ્યા હતા.

જોકે મહેનતનો કોઈ વિકલ્પ હોતો નથી ત્યારે આ ઈસમ અમીર તો નથી થઈ શક્યો પરંતુ પોલીસના મહેમાન બન્યો છે. ફૈઝલ થોડા દિવસ અગાઉ થાઈલેન્ડ ફરવા ગયો હતો. થાઈલેન્ડના આ ફૈઝલને કેટલીક વિદેશી યુવતીઓ સાથે દોસ્તી થઈ હતી. ફૈઝલે થાઇલેન્ડની આ યુવતીઓને ભારતમાં દેહ વેપારના ધંધામાં આવવા આમંત્રણ આપ્યું અને પછી લોહીનો વેપાર શરૂ કર્યો. વલસાડના તિથલના પોશ વિસ્તારમાં ઇન્ફીનિટી સ્પાની આડમાં ફૈઝલે કૂટણખાનાની શરૂઆત કરી હતી. બોડી મસાજની આડમાં અહીં લોકોની રાતો પણ રંગીન થવા લાગી હતી.

વલસાડ ડીવાયએસપી એલ બી ઝાલાએ જણાવ્યું હતું કે વલસાડ સીટી પોલીસને બાતમી મળતા આજે એક ડમી ગ્રાહક મોકલીને ખરાઈ કરવામાં આવી હતી અને પોલીસના છાપા દરમિયાન ત્રણ વિદેશી લલના એક ગ્રાહક અને મેનેજરની ધરપકડ કરવામાં આવી હતી. તિથલ રોડ પર ચાલતા આ ઇન્ફીનિટી સ્પા માં સામાન્ય રીતે માત્ર મસાજ જ કરવામાં આવે છે તેવું પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં ગ્રાહક પાસેથી એક હજાર રૂપિયા લેવામાં આવતા હતા. 

ત્યારબાદ ગ્રાહકની માંગ મુજબ બોડી મસાજની આડમાં લોહીનો વેપાર કરવામાં આવતો હતો. આ મેનેજર યુવતિઓ પાસે દેહ વેપારનો ધંધો કરાવતો હતો. જે માટે ગ્રાહક પાસેથી ચારથી પાંચ હજાર રૂપિયા વસૂલ કરવામાં આવતા હતા. પોલીસના હાથે ઝડપાયેલા ત્રણ લલનાઓ થાઈલેન્ડની હોવાનું બહાર આવ્યું છે. હાલ તો આ ત્રણે થાઈલેન્ડની મહિલાઓ યુવતીઓ પ્રવાસી વિઝા પર ભારત આવી છે.

વલસાડ પોલીસે ઝડપાયેલ મેનેજર ફૈઝલના  રિમાન્ડ મેળવી આગળની તપાસ શરૂ કરી છે. રાજ્યમાં શરૂ થયેલ આ  સ્પા કલ્ચર હકીકતમાં સોફિસ્ટિકેટેડ દેહ હોવાનું અનેકવાર બહાર આવ્યું છે. ક્યારેક પોલીસની મિલીભગત હોય છે તો ક્યારેક અધિકારીઓની મહેરબાનીથી ચાલતા આવા મસાજ સ્પામાં યુવતીઓનું શોષણ થાય છે. સ્પાની આડમાં ચાલતા કુટણખાનાઓ પર પોલીસ અનેકવાર છાપાઓ મારે છે અને ટૂંક સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં આ પ્રકારના સ્પા શરૂ થઈ જાય છે.

ત્યારે યુવતીઓની મજબુરીનો લાભ લઇ રાતોરાત અમીર થવા માગતા પ્રકારના ફૈઝલ જેવા દલાલો સામે કડક કાયદેસરની કાર્યવાહી થાય તે જરૂરી બન્યું છે. હાલ તો આ ત્રણે થાઈલેન્ડની મહિલાઓ યુવતીઓ પ્રવાસી વિઝા પર ભારત આવી છે. ત્યારે વલસાડ સીટી પોલીસની વધુ તપાસમાં આ આંતરરાષ્ટ્રીય સેક્સ રેકેટમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

(6:22 pm IST)
  • અહીં ખુશ્બુ છે શરાબની મોદીજી ! કેટલાક દિવસો તો રહો ગુજરાતમાં !:ગાંધીનગરમાં હાર્દિક પટેલ,અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીએ ગાંધીનગરના દારૂની જનતા રેડ કરી :ડીએસપી ઓફિસથી 100 મીટર દૂર પકડ્યો દારૂ :અલ્પેશ ઠાકોરે કહ્યું ''યહાઁ ખુશ્બુ હૈ શરાબકી મોદીજી !! કુછ દિન તો ગુજારો ગુજરાતમેં ! access_time 11:48 pm IST

  • પેટ્રોલ- ડીઝલના ભાવમાં એકધારો ત્રીજા દિવસે વધારો:શનિવારે પેટ્રોલના ભાવમાં લીટરે 12 પૈસા અને ડીઝલમાં લિટરે 11 પૈસાનો વધારો :શુક્રવારે પેટ્રોલમાં લિટરે 14 પૈસા અને ડીઝલમાં 17 પૈસાનો વધારો ઝીંકાયો હતો :ભાવ વધારો સવારે છ વાગ્યાથી લાગુ પડશે access_time 10:23 pm IST

  • ગોરખપુર : શાળાની યુવતીઓના શૌચાલયનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ: મહારાજગંજ પોલીસે શાળા પ્રાધાનાચાર્ય સહિત ચાર લોકોની ધરપકડ કરી :પોલીસ દ્વારા પોક્સો એક્ટ અને આઇટી એક્ટ હેઠળ ચારેય આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ access_time 1:03 am IST