Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

નડિયાદમાં તમાકુ માટે જાગૃતતા કેળવવા આરોગ્ય વિભાગે લારી- ગલ્લા પર રેડ કરી

નડિયાદ:સમગ્ર ભારતમાં તમાકુથી થતાં રોગો તથા તેની આડઅસરોને નાબુદ કરવાની કામગીરી થઇ રહી છે. ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ નડિયાદ દ્વારા શહેરના જુદા જુદા લારી-ગલ્લાઓ પર રેડ પાડી કાયદેસરના પગલા લેવામાં આવ્યા હતા.

જિલ્લા એન્ફોર્સમેન્ટ  સ્કોદ દ્વારા cotpa 2003 અંતર્ગત તમાકુ નિયંત્રણની કામગીરી,તમાકુના ઉપયોગને લગતા કાયદાની અમલવારી અને સામાજીક જમજાગૃતિ માટે રેડનું આયોજન કરવામાં આવ્યું હતુ.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન મુજબ આરોગ્ય શાખા ખેડા દ્વારા એક ટીમ બનાવી જાહેરાતમાં ધુ્રમ્રપાન તથા લારી ગલ્લા ઉપર સુચક બોર્ડ મૂકેલ ન હોય તેવા લારી ગલ્લાઓને દંડ કરવામાં આવ્યા હતા.

૨૯ વ્યક્તિઓ સામે કલમ-૬ મુજબ ૨૫ કેસ કરેલ તેમાં કુલ રૃા-૩.૦૦૦ નો કંપાઉન્ડેબલ દંડ કરવામાં આવ્યો હતો.આમ સમગ્ર રેડ દરમ્યાન પવન ચક્કી રોડ,રેલ્વે અને બસ સ્ટેશનનો વિસ્તાર,સંતરામ રોડ,આર.ટી.ઓ કચેરી કમ્પાઉન્ડ,જિલ્લા સેવાસદનની આસપાસનો વિસ્તાર આવરી લેવામાં આવ્યો હતો.

(5:19 pm IST)