Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

સાબરમતીમાં પ્રેમલગ્ન બાદ છૂટાછેડા થઇ જતા યુવકે યુવતીના ફોટા ફેસબુક પર મૂકી દેતા અરેરાટી

સાબરમતી:વિસ્તારમાં રહેતી એક યુવતીને વિજાપુરમાં આર્કિટેકટનું કામ કરતા યુવક સાથે મિત્રતા થયા બાદ પ્રેમ થઈ જતા તેમણે કોર્ટ મેરેજ કરી લીધા હતા. જોકે બન્નેએ તેમના ઘરે આ અંગે જાણ કરી ન હતી. બાદમાં બન્નેએ ઘરે વાત કરતા તેમને સંમતી ન મળતા છુટાછેડા લઈ લીધા હતા અને યુવતીએ બીજા લગ્ન કરી લીધા હતા. જોકે યુવકે ફેસબુક પર યુવતીના ફોટા અને ડિવોર્સ પેપર શેર કરી દીધા હતા. જેને પગલે આરોપીએ બદનામી કરતા અંતે યુવતીએ સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની વિગત મુજબ સાબરમતી વિસ્તારમાં રહેતી અને એક હોસ્પિટલમાં કામ કરતી આ યુવતી ૨૦૧૫ ની સાલમાં વિજાપુરમાં રહેતી હતી ત્યારે વિજાપુરમાં જ આર્કિટેક્ટનું કામ કરતા ભાવેશ લક્ષ્મણભાઈ પંડયા સાથે મિત્રતા થઈ હતી. બાદમાં બન્ને ફેસબુક પર એકબીજા સાથે ચેટીંગ કરતા હતા. જેમાં તેમની વચ્ચે પ્રેમ પાગર્યો હતો. અંતે બન્નેએ ઓક્ટોબર ૨૦૧૫ માં કોર્ટમેરેજ કરી લીધા હતા.જોકે બન્નેએ એકબીજાના ઘરે જાણ કરી ન હોવાથી બહાર જ મળતા હતા.

(5:19 pm IST)