Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

શામળાજી નજીક આરટીઓ ચેક પોસ્ટ પાસે એલપીજી ટેન્કરમાં છુપાવાયેલ દારૂ બિયરનો જથ્થો પોલીસને મળી આવ્યો

મોડાસા:શામળાજી ખાતેની આરટીઓ ચેક પોસ્ટ પાસેના વેણપુર સ્ટેન્ડ નજીકથી પસાર થતી એલપીજી ગેસ ટેન્કરમાં છુપાવાયેલ વિદેશી દારૃ -બીયરની ૭૮૩૬ બોટલ ટીનનો જથ્થો જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડયો હતો.રૃ.૧૨.૫૪ લાખના દારૃના જથ્થા સાથે ટેન્કર કબ્જ કરાયું હતું.પરંતુ ટેન્કર ચાલક અને તેનો સાગરીત પોલીસને થાપ આપી ભાગી છુટવામાં સફળ નીવડયા હતા.

અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસ ઈન્સ્પેકટર એન.કે.રબારી સહિતની ટીમ દ્વારા નેશનલ હાઈવે માર્ગના વેણપુર નજીક ગત બુધવારની રાત્રે નાકાબંધી કરાઈ હતી.પોલીસને મળેલી બાતમીના આધારે કરાયેલ આ નાકાબંધી દરમ્યાન બાતમી મુજબનું ભારત ગેસ લખેલ ટેન્કર  રતનપુર તરફથી આવી રહયું હતું.પરંતુ આ ટેન્કર નો ચાલક નાકાબંધી માં ઉભેલ પોલીસને જોઈ પોતાના કબ્જાનું ટેન્કર માર્ગ પર છોડી તેના અન્ય સાગરીત સાથે ભાગી છુટયો હતો.

(5:19 pm IST)