Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

મોડાસામાં અગમ્ય કારણોસર વન વિભાગની નર્સરીમાં ઝાડની ડાળીએ યુવાને ફાસો ખાધો

મોડાસા: તાલુકાના રામપુર-શીણાવાડ સીમાડે આવેલ વન વિભાગની નર્સરીના મહુડાના ઝાડની ડાળીએ ગળે ફાંસો ખાઈ લીધેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતાં પંથકમાં ચકચાર મચી હતી.આ ચકચારી ઘટનાને પગલે મોડાસા રૃરલ પોલીસે અગમ્ય કારણોસર આપઘાત કરી લેનાર બડોદરા ગામના ૨૪ વર્ષિય યુવકના મોત અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

બડોદરા ગામની સીમમાં આવેલા વન વિભાગની નર્સરીના મહુડાના ઝાડની ડાળે દુપટ્ટો લગાવી ફાંસો ખાઈ લીધેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવતાં પંથકમાં ચકચાર મચી હતી.મોડાસા રૃરલ પોલીસને આ ચકચારી ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી જરૃરી કાર્યવાહી હાથ ધરી હતી.

આ મૃતદેહ બડોદરા ગામના ૨૪ વર્ષિય વિષ્ણુભાઈ સોમાભાઈ ખાંટ રહે.પંચાયત ફળીયું ની હોવાનું જણાતાંજ આ યુવકના પરીવારજનોમાં ઘેરો શોક છવાયો હતો. મોડાસા રૃરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ ફતેસિંહ દુલેસિીંહ એ અમોતના ગુનામાં સીઆરપીસી કલમ ૧૭૪ હેઠળ અગમ્ય કારણોસર મોતને વહાલું કરનાર રહસ્યમઈ મોત અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

(5:18 pm IST)