Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ત્રણ દિવસ સુધી યુવતીને ગોંધી રાખી હવસખોર સુરતી કાકાએ બળાત્કાર ગુજારતા અરેરાટી

સુરત:વતન ઉત્તરપ્રદેશથી ફોઇ સાથે તેમના સુરતના ઘરે આવેલી ૨૬ વર્ષીય યુવતિને પરત વતન લઇ જવાને બદલે તેના કૌટુંબિક કાકાએ ભેસ્તાન આવાસમાં પોતાના ઘરે લઇ જઇ ત્રણ દિવસ  ગોંધી રાખી અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. સાડા ત્રણ  વર્ષ પહેલાની ઘટનામાં કોર્ટમાં ફરિયાદ બાદ ડીંડોલી પોલીસે ગુનો નોંધ્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી  વિગતો મુજબ ઉત્તરપ્રદેશના રૃદૌલીમાં રહેતી અને હાલ ૨૬ વર્ષની નિર્ભયા (નામ બદલ્યું છે) ગત જાન્યુઆરી ૨૦૧૫માં સુરતના સચીન વિસ્તારમાં  રહેતી તેની ફોઇ સાથે ઉત્તરપ્રદેશથી સુરત રહેવા આવી હતી. એક માસ અહીં રહ્યા બાદ નિર્ભયાને વતન પરત જવું હોય તેના કૌટુંબિક કાકા આદેશ પારસ ચમાર (રહે. મીરાપુર રૃદૌલી, તા. ભેલાસર, જી. ફૈઝાબાદ, ઉત્તરપ્રદેશ) તેને લઇ સચીન ખાતેથી ઉધના રેલ્વે સ્ટેશન જવા નીકળ્યા હતા. જો કે, રેલ્વે સ્ટેશન ઉપર જઇ આદેશ ટ્રેન કેન્સલ થઇ છે તેમ કહી નિર્ભયાને પોતાના ડીંડોલી સ્થિત ભેસ્તાન આવાસમાં લઇ ગયો હતો.

(5:18 pm IST)