Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

સેલવાસના મસાટમાં લાખોની કિંમતનું ઓઈલ બરોબર સગેવગે થયું હોવાની બાતમી પોલીસને મળતા તપાસ શરૂ

સેલવાસ:ના મસાટ ખાતે આવેલી કંપનીમાંથી રૃ.૩૨.૪૦ લાખની કિંમતનો ઓઈલ ભરેલું ટેન્કર બારોબાર સગેવગે કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે આ કેસમાં ચાલક સહિત પાંચ આરોપી વિરૃદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કર્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ સેલવાસના મસાટ ખાતે આવેલી ગલ્ફ કંપનીમાંથી ગત તા. ૧૩-૬-૨૦૧૮ના રોજ ટેન્કર (નંં.એમપી-૧૮-જીએે-૦૪૭૯)માં રૃ.૩૨.૪૦ લાખનો  ઓઈલનો જથ્થો ભરી બિહાર રવાના કરાઈ હતી. જો કે ચાલક તથા અન્ય શખ્સોના મેળાપીપણામાં ટ્રક નિયત સમયમર્ર્ર્ર્યાદામાં બિહાર નહીં પહોંચતા ગલ્ફ કંપનીના મેનેજરને જાણ કરી હતી. બાદમાં મેેનેજરે ટ્રાન્સપોર્ટરને જાણકારી આપી હતી. જો કે ટ્રક ચાલક ઓઈલ ભરેલું ટેન્કર બારોબાર સગેવગે કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.

(5:18 pm IST)